ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદારોની ઘોર નિરાશા, કોને તારશે અને કોને ડુબાડશે?


  • Published By :
  • Published Date : 2022-12-06 13:47:08

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ છે. જો કે બંને તબક્કામાં લોકોનું મતદાનને લઈ નિરાશાનું વલણ જોવા મળ્ચું. બંને તબક્કામાં માત્ર 60 ટકા જ મતદાન થતાં ચૂંટણી પંચ અને રાજકીય પક્ષો ચિંતિત છે. રાજકીય પાર્રાટીઓના નેતાઓના જબરદસ્ત પ્રચાર છતાં લોકોમાં મતદાનને લઈ કોઈ ઉત્સાહ જોવા મળ્યો ન હતો.  રાજકીય પક્ષોના કાર્યકરોએ ડોર ટુ  ડોર અભિયાન ચલાવ્યું તેમ છતાં વિધાનસભાની ચૂંટણીમાં મતદારોનો ઠંડો પ્રતિસાદ ઉડીને આંખે વળગતો હતો.


બંને તબક્કામાં નિરશ મતદાન


રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે  યોજાયું હતું. 19 જિલ્લાની 89 બેઠક માટે થયેલા પહેલા તબક્કામાં માત્ર  62.89% મતદાન થયું હતું. જ્યારે ગત 2017માં આ 19 જિલ્લામાં 68.33% મતદાન થયું હતું. તેમાં પણ સૌરાષ્ટ્ર-કચ્છમાં 58% મતદાન થયું છે. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં 66% જેટલું મતદાન નોંધાયું હતું. આમ સૌરાષ્ટ્રમાં દક્ષિણ ગુજરાત કરતા 8% જેટલું ઓછુ મતદાન થયું છે.  બીજા તબક્કામાં વડોદરા અને અમદાવાદ જિલ્લામાં મતદાનમાં અનુક્રમે 14% અને 13%નો ઘટાડો જોવા મળ્યો છે. આટલું મોટું ગાબડું આ બંને જિલ્લાની સીટની સંખ્યાને જોતા બહુ મોટું કહેવાય. 


ઉત્તર અને મધ્ય-પૂર્વ ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકો પર થયેલા બીજા તબક્કાના મતદાનમાં પહેલા તબક્કા જેવો જ માહોલ હતો. બીજા તબક્કામાં જે 14 જિલ્લામાં મતદાન થયું તેમાંથી 11 જિલ્લા એવા છે કે જેમાં ગત 2017ની ચૂંટણીની તુલનામાં 10%થી ઓછું મતદાન થયું છે. 


નેતાઓએ સભાઓ ગજવી પણ પરિણામ વ્યર્થ


ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ, કોંગ્રેસ અને આપના નેતાઓએ સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં જોરદાર સભાઓ ગજવી હતી. પહેલા તબક્કાનું મતદાન હતું ત્યાં સુધી નરેન્દ્ર મોદીએ 12 સભા અને અમિત શાહે 7 સભા સંબોધી હતી. કેજરીવાલે પણ 4 રોડ શો કર્યા હતા અને ત્રણ સભા સંબોધી હતી. જ્યારે કોંગ્રેસના રાહુલ ગાંધીએ માત્ર બે સભા સંબોધી હતી. પીએમ મોદીએ ધોરાજી, અમરેલી, રાજકોટ, ભાવનગર, નવસારી, બોટાદ, સુરત સહિતના સ્થળોએ એક ડઝન સભા કરી તે સીટ પર સરેરાશ 60% મતદાન થયું. જ્યારે અમિત શાહે જ્યાં સભા કરી તે જસદણ, અમરેલી, મહુવા સહિતના સ્થળોએ તો 45%-60% માંડ મતદાન નોંધાયું હતું. બીજા તબક્કાની ચૂંટણીના પ્રચાર માટે વડાપ્રધાન મોદીએ ઉત્તર ગુજરાતમાં 8 જાહેરસભાઓ જ્યારે ગૃહમંત્રી અમિત શાહે 9 જાહેરસભાઓ ગજવી હતી. જો કે ઉત્તર ગુજરાતના બધા જિલ્લાઓમાં મતદાનમાં 10%થી વધુનો જ ઘટાડો જોવા મળ્યો હતો. આમાં પાટણમાં 12.77% અને મહેસાણામાં 11.54% મતદાન ઘટ્યું તે ખુબ જ ચિંતાજનક છે.


આદિવાસી પટ્ટામાં ભયાનક ઉદાસિનતા 


રાજ્યના આદિવાસી જિલ્લાઓમાં સામાન્ય રીતે મતદાન ઉંચુ નોંધાય છે પણ આ વખતે ત્યાં પણ કોઈ ખાસ લહેર જોવા મળી નથી. પહેલા તબક્કામાં કુલ 19માંથી જે 18 જિલ્લામાં ઓછું મતદાન થયું હતું તેમાં આદિવાસી પટ્ટામાં સૌથી વધુ ઉદાસીનતા જોવા મળી હતી. તેમાં પણ 19માંથી 6 જિલ્લા તો એવા હતા કે જ્યાં મતદાનમાં 5%થી વધુ ગાબડું પડ્યું હતું. નર્મદા, ભરૂચ અને ડાંગમાં મતદાન બીજા જિલ્લાઓ કરતા ઊંચુ જ હતું. પરંતુ 2017ની સરખામણીમાં આ વખતે આ વિસ્તારોમાં પણ મતદાનમાં ખાસ્સું ગાબડું પડ્યું હતું. 13 આદિવાસી બેઠકો પર કુલ મળીને 58.4% મતદાન થયું હતું, જે પાંચ વર્ષ પહેલા બીજા તબક્કામાં 67.6% હતું. SCની છ બેઠકોએ પણ સારું પ્રદર્શન કર્યું નથી આ સીટો પર 2017માં 69.7% થયું હતું જે આ વખતે ઘટીને 57.5% થઈ ગયું છે.


અમદાવાદ શહેરમાં મતદાનનો આંક


અમદાવાદ શહેરનું મતદાન 54. 88% હતું, જે એક દાયકામાં સૌથી ઓછું છે. અમદાવાદ જિલ્લા માટે, પાંચ ગ્રામ્ય બેઠકો સહિત, મતદાન માત્ર 58. 32% નોંધાયું હતું. અમદાવાદ જિલ્લાની પાંચ ગ્રામ્ય બેઠકો સહિત, મતદાન માત્ર 58. 32%  નોંધાયું હતું. પૂર્વ અમદાવાદના અસારવામાં 56. 59%, બાપુનગરમાં 57. 21%, દાણીલીમડામાં 56%, દરિયાપુરમાં 58. 01%, જમાલપુર-ખાડિયામાં 58. 29%, મણિનગરમાં 55. 35%, વટવામાં 55. 31% મતદાન નોંધાયું હતું. અને નરોડામાં 52. 29% મતદાન થયું હતું. અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરની 23 શહેરી બેઠકોમાં, મતદાનમાં તીવ્ર ઘટાડો થયો છે, જે 2017 ના બીજા તબક્કામાં 67% થી ઘટીને 52.5% થઈ ગયો હતો. અમદાવાદમાં સૌથી ખરાબ (51.4%) રહ્યું હતું, ત્યારબાદ વડોદરા (54.53%) હતું. ) અને ત્યાર બાદ ગાંધીનગર (52%)નો નંબર આવે છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?