ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ કાલે મતદાન યોજાશે. પ્રથમ તબક્કાના મતદાન માટે રાજ્યના નીકચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર 788 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. 89 બેઠકોના 25393 મતદાન મથકો પર સવારે 8 વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. મતદારો તેમના મતદાનને લઈ ઘણીવાર અસમંજસની સ્થિતી અનુભવે છે અને તેમને વોટર સ્લિપ પણ ઘણીવાર નથી મળતી આ સ્થિતીમાં તેઓ મતદાન કરવાનું ટાળે છે.
કઈ રીતે મેળવશો વોટર સ્લીપ?
મતદાતાએ તેમની વોટર સ્લિપ ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલા https://electoralsearch.in/ વેબસાઈટની મુલાકાત લેવાની છે. વોટર સ્લિપ મેળવવા બે વિકલ્પ છે. જેમ કે પહેલા વિકલ્પમાં તમે તમારા નામ, ઉંમર, તથા મતવિસ્તાર સહિતની વિગતો ભરીને વોટર સ્લીપ મેળવી શકશો. જ્યારે બીજા વિકલ્પમાં તમે તમારા વોટર આઈ-કાર્ડ પરનો એપિક નંબર દાખલ કરીને પણ સર્ચ કરી શકો છો. આ બંને રીતે મતદાર તેમનો વિધાનસભા વિસ્તાર, તેમનો બુથ નંબર, ક્રમ, બુથનું સરનામું તથા તેમની વોટર સ્લીપને ઓનલાઈન જોઈ શકે છે અને તેને ડાઉનલોડ કરી શકે છે.