ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાકિસ્તાની મૂળના હિંદુઓ પણ પ્રથમ વખત મતદાન કરશે. રાજકોટ જિલ્લામાં નિવાસ કરતા આ પાકિસ્તાની હિંદુઓને ભારતનુ નાગરિત્વ મળ્યા પછી તેઓ હવે મતદાન કરવાને હક્કદાર બન્યા છે. પાકિસ્તાનમાંથી ગુજરાતમાં આવેલા કુલ 135 સ્થળાંતર કરનારાઓ રાજકોટ જિલ્લામાં આ ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરશે.
નાગરિત્વ મળતા ખુશ
આ પાકિસ્તાની હિંદુઓએ નાગરિત્વ મળ્યા બાદ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે તેઓ ખુબ ખુશ છે, કે તેઓ હવે તેમનું પાકિસ્તાની શરણાર્થી જીવન છોડી શકે છે અને હવે તેઓ 'પાકિસ્તાની' કહેવાશે નહીં.
ચૂંટણી કાર્ડ બન્યું વાસ્તવિક ઓળખ
આ પાકિસ્તાની હિંદુઓમાંથી મોટા ભાગના લોકો રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં રહે છે. ભારતીય નાગરિકતા મેળવનાર હિંદુઓએ કહ્યું, “ચૂંટણી કાર્ડ હવે અમારી વાસ્તવિક ઓળખ છે."