વાઘોડિયાનાં “દબંગ અને બાહુબલી”ફરી વિવાદમાં, મધુ શ્રીવાસ્તવે હરિફ ઉમેદાવારોને કહ્યા 'છક્કાઓ'


  • Published By :
  • Published Date : 2022-11-29 14:30:14

ભાજપ સાથે છેડો ફાડી અપક્ષ તરીકે ચૂંટણી લડી રહેલા વાઘોડિયાનાં દબંગ નેતા મધુ શ્રી વાસ્તવ ફરી એક વિવાદમાં આવ્યા છે. મધુ શ્રીવાસ્તવે વડોદરા પાસે આવેલા જરોદ ખાતે તેમના પ્રચાર કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે આ વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. મધુ શ્રીવાસ્તવે તેમના ભાષણમાં હરિફ ઉમેદવારોને પડકાર્યા હતા.


મધુ શ્રીવાસ્તવે ભાષણમાં શું કહ્યું? 


વાઘોડિયા સીટ પરથી અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવે તેમના ભાષણમાં લોકોને સંબોધતા કહ્યું હતું કે તમામ મુસીબતોમાં હું તમારી સાથે જ રહ્યો છું, હવે કોઈની ખીલ તોડે તો ગોળી ન મારી દઉં તો મારું નામ મધુ શ્રીવાસ્તવ નહીં, આજે પણ કહું છું કે મારા કાર્યકર્તાનો કોલર પણ પકડશે ને તો... હું આજે પણ એ જ છું, 1995નો એ જ બાહુબલી છું. તમે 7 નંબરના બટન પર દબાવજો, બીજાને પણ કહેજો કે 7 નંબરનું બટન જ બતાવજો, બીજા તો 6 નંબરના છક્કાઓ છે. જેમણે મદિરા પિવડાવવાના ધંધા કર્યા, બીજું કશું કર્યું નથી. તેમને સબક શિખવાડવો જોઇએ કે લોકોનાં કામ કરો. વિકાસના કાર્ય કરો, લોકોને રોજી રોટી મળે એ કામ કરો. પાણી પહોંચાડવાના પ્રયાસ કરો. નાત-જાત ભેદભાવ વિના લોકોના નિઃસ્વાર્થ કામ કરો. 25 વર્ષના ઈતિહાસમાં વાઘોડિયા અને નંદેસરીના ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં કોઈ દિવસ કંપનીના માલિક કે મેનેજર પાસે ચૂંટણી ફંડ માગ્યું નથી. કોઈ ભ્રષ્ટાચાર કર્યો નથી. 5 તારીખે 7 નંબરનું બટન દબાવીને વિજયી બનાવશો તેની મને ખાતરી છે. અડધી રાત્રે મધુ શ્રીવાસ્તવ કામ આવશે. બીજું કોઈ કામ નહીં આવે. બે ઉમેદવારોએ તો ડિપોઝિટ બચાવી લેવી પડશે. વેપારીઓને વિનંતી કરું છું, તમારા ગ્રાહકોને પણ મને મત આપવા કહેજો. 2002માં આખું ગુજરાત ભળકે બળતું હતું, પણ મારા વાઘોડિયાને ભળકે બળવા દીધું નથી અને જાનહાનિ થવા દીધી નથી અને આગળ વધ્યો છું.


વાઘોડિયા બેઠકના સમીકરણો


વડોદરા જિલ્લાના વાઘોડિયાની બેઠક પર છેલ્લા છ ટર્મથી જીતતા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ આ વખતે અપક્ષ ઉમેદવાર છે. તેમની સામે ભાજપે વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ અશ્વિન પટેલને ટિકિટ આપી છે. શ્રીવાસ્તવની સાથે ભાજપના નેતા ધર્મેન્દ્રસિંહ વાઘેલા બળવાખોર બનીને ચૂંટણી મેદાનમાં ઉતર્યા હોવાથી સ્પર્ધા રસપ્રદ બની છે. કોંગ્રેસે વડોદરાના પૂર્વ સાંસદ સત્યજીત ગાયકવાડને ટિકિટ આપી છે.




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?