વિધાનસભાની ચૂંટણી ટાણે જ પક્ષોને આદિવાસીઓની યાદ કેમ આવે છે, શું છે તેમની મજબુરી?


  • Published By :
  • Published Date : 2022-11-21 19:28:43

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નજીક છે ત્યારે વિકાસની રાજનીતિ બાજુ પર રહીં ગઈ છે. તમામ પક્ષો જાતિગત સમિકરણો બેસાડવામાં પડ્યા છે. ગુજરાતમાં આદિવાસી પટ્ટો તમામ રાજકીય પક્ષોના નેતાઓના ફોક્સમાં આવ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ આદિવાસીઓને રીઝવવા રીતસર મથામણ કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમનું ચૂંટણી પ્રચાર અભિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ચલાવી રહ્યા છે. જો કે તે બાબત પણ મહત્વની છે કે આદિવાસીઓ હંમેશાથી કોંગ્રેસની કમિટેડ વોંટબેંક રહી છે. હવે સવાલ એ થાય છે કે તમામ પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ આદિવાસીઓના શરણે કેમ જઈ રહ્યા છે?


ગુજરાતમાં એક કરોડ આદિવાસીઓ


ગુજરાતમાં આદિવાસી સમુદાય ખુબ મોટી સંખ્યામાં છે. દક્ષિણ ગુજરાતના ડાંગથી ઉત્તર ગુજરાતના દાંતા સુધીના પટ્ટામાં લગભગ એક કરોડ આદિવાસીઓની વસ્તી છે. આ વસતિમાંથી 82થી 84 લાખ જેટલા મતદારો છે. તેમાં પણ 15 લાખ આદિવાસી તો એવા છે જે આજે પણ અંતરિયાળ જંગલોમાં વસવાટ કરે છે. બાકી, મોટાભાગના આદિવાસીઓ ભલે ખેતી સાથે સંકળાયેલા હોય પણ શિક્ષિત છે. આદિવાસી સમાજના લોકો સારા હોદ્દા પર કામ કરી રહ્યા છે. આદિવાસી સમાજમાં 29 પેટા જ્ઞાતિ છે, રાજ્યમાં આદિવાસીઓની ખુબ સમૃધ્ધ સંસ્કૃતિ, પરંપરા, તહેવારો, લોકકળા, ભાતીગળ પહેરવેશ અને લોક મેળા છે. ચૂંટણીના સમયે જ તમામ પાર્ટીઓને આદિવાસીઓની યાદ આવે છે. 


રાજ્યની 27 સીટ આદિવાસી માટે અનામત


ગુજરાત વિધાનસભાની 182 સીટમાંથી 27 બેઠક આદિવાસી ઉમેદવારો માટે અનામત છે. જેમ કે દાંતા, ખેડબ્રહ્મા, ભીલોડા, મોરવા હડફ, સંતરામપુર, ફતેપુરા, દાહોદ, ઝાલોદ, લીમખેડા, ગરબાડા, છોટા ઉદેપુર, જેતપુર પાવી,સંખેડા, નાંદોદ, ડેડીયાપાડા, ઝઘડિયા, માંડવી, મહુવા, માંગરોળ, વ્યારા, નિઝર, ડાંગ, ગણદેવી, વાંસદા, ધરમપુર, કપરાડા,ઉંમરગામનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગુજરાત વિધાનસભાની 38 બેઠકો પર આદિવાસી મતદારોનું પ્રભુત્વ છે. આ બેઠકો પરંપરાગત રીતે કોંગ્રેસની બેઠકો રહી છે. 


વર્ષ 2017માં કયા પક્ષને કેટલી સીટો મળી?


કોંગ્રેસ-15
ભાજપ-09 
BTP-02
અપક્ષ-01


ભાજપ આદિવાસીઓના દિલ જીતવામાં નિષ્ફળ કેમ? 


ગુજરાતમાં ભાજપનું છેલ્લા 27 વર્ષથી શાસન છે, જો કે તેમ છતા ભાજપ આદિવાસી પટ્ટા જોઈએ તેવી પેઠ બનાવી શકી નથી. ભાજપે કોંગ્રેસના આયાતી આદિવાસી ધારાસભ્યોને આવકાર્યા છે પણ આદિવાસીઓએ ભાજપના ઉમેદવારોને નકાર્યા છે તે પણ નગ્ન સત્ય છે. ભાજપનું હિંદુત્વનું કાર્ડ આદિવાસીઓ પર કોઈ અસર કરી શક્યું નથી. ભાજપની સરકારે આદિવાસી વિસ્તારોમાં વિકાસના કાર્યો કર્યા છે પણ તેમ છતાં તે છેવાડાના વનવાસીનું દિલ જીતવામાં નિષ્ફળ રહ્યું છે. આદિવાસીઓ વર્ષોથી કોંગ્રેસના વફાદાર મતદારો રહ્યા છે.



અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...

નવેમ્બર આવ્યો તો પણ કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો નથી.. બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે... ગાંધીનગરનું તાપમાન સૌથી ઓછું નોંધાયું હતું.. અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવેલી આગાહી અનુસાર ડિસેમ્બરની શરૂઆતમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ શકે છે...