ગુજરાતની આ બેઠક પર ત્રણ દાયકાથી રાજ કરે છે આયાતી ઉમેદવારો, લોકોમાં પણ ભારે અસંતોષ


  • Published By :
  • Published Date : 2022-11-25 22:15:03

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને પ્રચાર અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. રાજ્યની મોટાભાગની વિધાનસભા સીટ પર સ્થાનિક ઉમેદવારો જ ચૂંટણી લડી રહ્યા છે, જો કે કેટલીક બેઠકો એવી પણ છે જ્યાં સ્થાનિક ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા નથી. જેથી સ્થાનિકોમાં આવા પેરાશુટ ઉમેદવારો પ્રત્યે અસંતોષ જોવા મળે છે. પણ ગુજરાતની એક સીટ એવી પણ જ્યા છેલ્લા 30 વર્ષથી કોઈ સ્થાનિક ઉમેદવાર ચૂંટણી જ લડ્યો નથી. ગીર સોમનાથ જિલ્લાની તાલાલા બેઠક ભાજપ અને કોંગ્રેસે હંમેશા આયાતી ઉમેદવારોને જ ટિકિટ આપી છે.


તાલાલાના લોકોના નસીબમાં આયાતી ઉમેદવારો

તાલાલા વિધાનસભા બેઠક પર સ્થાનિક વ્યક્તિને ઉમેદવાર શા માટે બનાવવા નથી આવતો તે અંગે સવાલો થતા રહે છે. જો કે આ મુદ્દે રાજકીય પક્ષોના નેતાો સાથે ચર્ચા કરી તો જાણવા મળ્યું કે તાલાલા તાલુકામાં સંગઠનની નબળાઈ, લોકોપ્રિય સ્થાનિક નેતાનો અભાવ, ઉમેદવારની આર્થિક સદ્ધરતા પણ ન હોવાથી લોકોને સ્થાનિક ઉમેદવાર મળતો નથી. તાલાલા તાલુકાના પ્રાણ પ્રશ્નો દાયકાઓ પછી આજે પણ જેમના તેમ જ છે. જેમાં ઇકોસેન્સટિવ ઝોન, કેસર કેરીને બાગાયતી પાક વીમામાં સમાવવો, તેમજ બંધ શુગર મિલ જેવા પ્રાણ પ્રશ્નો તાલાલાના મતદારો માટે મહત્વના છે.


તાલાલામાં કોઈ ધારાસભ્ય કાયમી નહીં

તાલાલાનો ચૂંટણી જંગ રસપ્રદ રહેવાનું એક ખાસ કારણ છે. તાલાલામાં સતત બીજી વાર કોઇ જીતતું નથી. અહીંની જનતા દરેક ટર્મમાં પ્રજા ધારાસભ્યને બદલી નાંખે છે. જેનો ગઢ ગણતો હતો તે જશુભાઇ પણ 2002માં હાર્યા હતા. ગોવિંદભાઇ પરમાર પણ બે વાર હાર્યા હતા. આ બેઠક પર કોઇ પણ પક્ષ માટે પ્રજાનું મન જાણવું મુશ્કેલ કાર્ય છે. 1975માં તાલાલા બેઠકની રચના થઇ હતી. 1975થી 2012 સુધીની ચૂંટણી પર નજર નાંખવામાં આવે તો બીજી ટર્મ માટે કોઇ જીતતું નથી. 1975 બાદ બે વખત એક માત્ર જશુભાઇ બારડની જીત જ થઇ છે. ભાજપના ઉમેદવાદ ગોવિંદભાઇ બન્ને વાર જશુભાઇ સામે હાર્યા છે. એટલે જ આ બેઠકને પોતાનો ગઢ બનાવવો કોઇ પણ પક્ષ માટે લગભગ અશક્ય છે.


આ વખતે ત્રિપાંખિયો જંગ

તાલાલા વિધાનસભા બેઠક પર આ વખતે ત્રિપાંખિયો જંગ પણ જોવા મળશે કોંગ્રેસમાંથી પક્ષપલટો કરનાર ભાજપના ભગવાન બારડ સામે ચૂંટણીમાં કોંગ્રેસના પ્રદેશ યુવા નેતા માનસિંગ ડોડીયા છે, તો આપમાંથી કોળી સમાજના શિક્ષિત યુવા નેતા દેવેન્દ્ર સોલંકી ભાજપ-કોંગ્રેસ બન્ને માટે માથાના દુઃખાવા સમાન બન્યા છે. ત્યારે આ વખતની ચૂંટણીમાં  તાલાલા બેઠક પર કોણ બાજી મારી જશે તે કહેવું મુશ્કેલ છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?