ગુજરાત વિધાન સભા ચૂંટણીને લઈ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ સમગ્ર રાજ્યમાં પ્રચાર અભિયાન ચલાવી રહ્યા છે. જો કે હવે આ પ્રચાર અભિયાનમાં સાધુ-સંતો પણ કુદી પડ્યા છે, બોટાદના સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરના મહંતનો એક વીડિયો વાયરલ થયો છે. આ વિડીયોમાં શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીએ કમળને મત આપવાની અપીલ કરતા જોવા મળી રહ્યા છે.
શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીએ શું કહ્યું?
સ્વામિનારાણય સંપ્રદાયના સાધુ શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીએ હરિદ્વાર ખાતે યોજાયેલી તેમની કથામાં કમળના નિશાન પર બટન દબાવવાની અપીલ કરી હતી. આ વિડીયોમાં સાધુ શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીએ કહ્યું કે લક્ષ્મીના હાથમાં જે કમળ છે તેના પર બટન દબાવજો અને ગામની શેરીઓ સાફ કરવી હોય, મજૂર થવું હોય તો બીજા પર બટન દબાવજો. એટલું જ નહીં જો વોટ નહીં આપો તો, કોઈને કહેવાનો અધિકાર નથી તેમ ઉલ્લેખ કરી મતદાન કરવા જણાવ્યું હતું. હરિપ્રકાશ સ્વામીના વીડિયોએ ચૂંટણીના માહોલમાં અપીલ કરતો વીડિયો વાયરલ વિવાદ સર્જાયો છે અને તેના રાજકીય પડઘા પડશે તેવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.