8.6 લાખ વરિષ્ઠ નાગરિકો અને વિકલાંગોએ ચૂંટણીમાં પોસ્ટલ બેલેટ પહેલને આવકારી


  • Published By :
  • Published Date : 2022-11-22 15:21:54

વરિષ્ઠ નાગરિકો અને વિકલાંગ વ્યક્તિઓ (PWDs) ને ઘરેથી મતદાન કરવાની મંજૂરી આપતી ભારતીય ચૂંટણી પંચ (ECI) ની પહેલને સારો પ્રતિસાદ મળ્યો છે, આ કેટેગરીના 12.26 લાખ મતદારોમાંથી 8.6 લાખ મતદારો આગામી ચૂંટણીમાં પોસ્ટલ બેલેટ પસંદ કર્યું છે. 


 વરિષ્ઠ નાગરિકોએ  ફોર્મ D દ્વારા નોંધણી કરાવી


ફોર્મ ડી દ્વારા નોંધણી કરીને, વરિષ્ઠ નાગરિકો અને પીડબ્લ્યુડી તેમના ઘરેથી મતદાન કરી શકે છે. ચૂંટણી અધિકારીઓ નિરીક્ષકો સાથે તેમના ઘરની મુલાકાત લેશે અને તેમને પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવા સક્ષમ બનાવશે. મુખ્ય ચૂંટણી અધિકારી (CEO), ગુજરાતના કાર્યાલયે તમામ ચૂંટણી અધિકારીઓને વરિષ્ઠ નાગરિકો (80 વર્ષથી વધુ ઉંમરના) અને PWDs માટે અગાઉની નોંધણી દ્વારા “vote from home” (ઘરેથી મત) સુવિધાને પ્રોત્સાહન આપવાનો નિર્દેશ આપ્યો હતો. “કુલ 8.60 લાખ લોકોએ ઘરેથી મતદાન કરવા માટે ફોર્મ D વિકલ્પ દ્વારા નોંધણી કરાવી છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે આ કેટેગરીમાં નોંધાયેલા તમામ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરે," સીઈઓના કાર્યાલયના સૂત્રોએ જણાવ્યું હતું.


વરિષ્ઠ નાગરિકો અને વિકલાંગો માટે આશિર્વાદ


 વરિષ્ઠ નાગરિકો અને વિકલાંગોને મતદાન કરવા માટે બૂથ પર જવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ચૂંટણી પંચ દ્વારા અધિકારીઓ અને નિરીક્ષકોની ટીમો બનાવવામાં આવી છે, જેથી આવા લોકો તેમના ઘરેથી મતદાન કરી શકે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે