ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીને લઈ પ્રચાર અભિયાનો પર વિરામ મુકાઈ ગયો છે. રાજ્યની 182માંથી 89 બેઠકો પર પ્રચાર આજે સાંજે પૂર્ણ થયો હતો. પ્રથમ તબક્કા માટે ઉમેદવારો હવે ફક્ત ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે. પ્રથમ તબક્કાની સૌરાષ્ટ્રની 54 અને દક્ષિણ ગુજરાતની 35 બેઠકો પર મતદાન થશે. એક ડિસેમ્બરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર મતદાન થશે. ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતરેલા ભાજપ-કોંગ્રેસ અને આપના ઉમેદવાર સહિત અન્ય રાજકીય પક્ષના ઉમેદવારો દ્વારા ઠેરઠેર પ્રચાર સભા ઉપરાંત રેલી-જ્ઞાતિ-મિલનો, સમારોહ અને જાહેર કાર્યક્રમો રોડ શો, રેલી અને જન સભામાં જોરશોરથી પ્રચાર કર્યો છે.
હવે ચૂંટણીપંચ અને પોલીસની રહેશે બાજનજર
ગુજરાતમાં પ્રચાર પડઘમ પર પરદો પડ્યા બાદ ચૂંટણીપંચ અને પોલીસની નજર રહેશે. મતદાનના સમય પૂર્વેના 48 કલાકના સમયગાળા દરમિયાન ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ છે. જે તે મત વિભાગના મતદાર ન હોય તેવા અને મત વિભાગમાં પ્રચાર અર્થે બહારથી આવેલા કોઈ પણ પક્ષના રાજકીય કાર્યકર્તા, પક્ષના પ્રચારક વગેરે ચૂંટણી પ્રચારનો અંત આવતાં જે તે મત વિભાગ છોડીને જતા રહે તેની ચૂંટણી તંત્ર તથા પોલીસ વહીવટીતંત્રએ ખાતરી કરવાની રહે છે.
1 ડિસેમ્બરે 19 જિલ્લાની કઈ 89 બેઠકો પર થશે મતદાન
કચ્છ જિલ્લો : બેઠકોના નામ : અબડાસા, માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ, રાપર
સુરેન્દ્રરનગર જિલ્લો : બેઠકોના નામ : દસાડા (SC),લીમડી, વઢવાણ, ચોટીલા, ધ્રાંગધ્રા
મોરબી જિલ્લો : બેઠકોના નામ : મોરબી, ટંકારા, વાંકાનેર
રાજકોટ જિલ્લો : બેઠકોના નામ : રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્વિમ, રાજકોટ દક્ષિણ, રાજકોટ ગ્રામ્ય જસદણ, ગોંડલ, જેતપુર, ધોરાજી
જામનગર જિલ્લો : બેઠકોના નામ : કાલાવડ, જામનગર (ગ્રામ્ય), જામનગર (ઉત્તર), જામનગર દક્ષિણ, જામજોધપુર, ખંભાળિયા, દ્વારકા, પોરબંદર
દેવભૂમિ દ્વારકા જિલ્લો : બેઠકોના નામ : ખંભાળિયા, દ્વારકા, પોરબંદર
પોરબંદર જિલ્લો : બેઠકોના નામ : કુતિયાણા, માણાવદર
જૂનાગઢ જિલ્લો : બેઠકોના નામ : જૂનાગઢ, વીસાવદર, કેશોદ, માંગરોળ
ગીર-સોમનાથ જિલ્લો : બેઠકોના નામ : સોમનાથ, તલાલા, કોડિનાર, ઉના
અમરેલી જિલ્લો : બેઠકોના નામ : ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા, રાજુલા
ભાવનગર જિલ્લો : બેઠકોના નામ : મહુવા, તળાજા, ગારિયાધર, પાલીતાણા, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્વિમ
13 બેઠક SC, 27 બેઠક ST
બોટાદ જિલ્લો : બેઠકોના નામ : ગઢડા (SC), બોટાદ
નર્મદા જિલ્લો : બેઠકોના નામ : નાંદોદ (ST), દેડિયાપાડા (ST)
ભરૂચ જિલ્લો : બેઠકોના નામ : જંબુસર, વાગરા, ઝઘડિયા (ST), ભરૂચ, અંકલેશ્વર
સુરત જિલ્લો : બેઠકોના નામ : ઓલપાડ, માંગરોળ (ST), માંડવી, કામરેજ, સૂરત પૂર્વ, સુરત ઉત્તર, વરાછા રોડ, કારંજ,
લિંબાયત, ઉધના, મજુરા, કતારગામ, સુરત પશ્ચિમ, ચોર્યાસી, બારડોલી (SC), મહુવા ST
તાપી જિલ્લો : બેઠકોના નામ : વ્યારા (ST), નિઝર (ST)
ડાંગ જિલ્લો : બેઠકોના નામ : ડાંગ (ST)
નવસારી જિલ્લો : બેઠકોના નામ: જલાલપોર, નવસારી, ગણદેવી, વાંસદા (ST)
વલસાડ જિલ્લો : બેઠકોના નામ : ધરમપુર, વલસાડ, પારડી, કપરાડા, ઉમરગામ (ST)