SC/ST નું પ્રભુત્વ ધરાવતી 50 બેઠકો પર કેવું રહ્યું છે ભાજપ-કોંગ્રેસનું પ્રદર્શન?


  • Published By :
  • Published Date : 2022-11-23 15:42:16

ગુજરાતમાં SC/ST નું પ્રભુત્વ ધરાવતી 50  બેઠકો છે. જે પણ પાર્ટી આ સીટો પર સારો દેખાવ કરે તેના માટે રાજ્યમાં શાસન કરવાની શક્યતા વધી જાય છે. પરંતુ છેલ્લી બે વિધાનસભાની ચૂંટણીના પરિણામોને જોતા કોઈ એક પક્ષ આ સીટો પર પ્રભુત્વનો દાવો કરી શકે તેમ નથી.


વર્ષ 2012-17માં કેવું રહ્યું ભાજપ-કોંગ્રેસનું પ્રદર્શન


વર્ષ 2012માં, કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાત અને અમદાવાદ-ગાંધીનગર શહેરી પટ્ટામાં ફેલાયેલી મોટાભાગની SC બેઠકો ભાજપની તરફેણમાં હતી. કેસરીયા પાર્ટીએ 20 SC માંથી 15 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસને 5 બેઠકો મળી હતી. પરંતુ 2017ની ચૂંટણી એક અલગ જ ચિત્ર રજૂ કરે છે. 2017માં કોંગ્રેસ 10 બેઠકો સાથે વધુ સારું પ્રદર્શન કરે છે જ્યારે ભાજપે 9થી સંતોષ માનવો પડ્યો હતો.


પાટીદાર આંદોલનથી કોંગ્રેસનો લાભ


તે પણ ન ભૂલવું જોઈએ કે વર્ષ 2017ની ચૂંટણી, પાટીદાર આંદોલન, અને પાટીદાર સમુદાય દ્વારા OBCનો દરજ્જો અને અનામતની માંગને પગલે થઈ હતી. પાટીદાર નેતા હાર્દિક પટેલે કોંગ્રેસ પાર્ટીને તેની સંખ્યા સુધારવામાં અપ્રત્યક્ષ રીતે મદદ કરી હતી. જો કે આ વખતે માહોલ બદલાયેલો છે, જેમાં હાર્દિક પટેલ ભાજપના ઉમેદવાર તરીકે મેદાનમાં છે.


32 ST બેઠકો પર કોનું પ્રભુત્વ?


ગુજરાતની મોટાભાગની 32 ST બેઠકો મધ્યપ્રદેશની સરહદે આવેલી છે, 2012 અને 2017 બંનેમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આ સીટોનું વિભાજન થઈ ગયું હતું. ભાજપે 2012માં 15 બેઠકો જ્યારે કોંગ્રેસે 16 બેઠકો જીતી હતી, 2017માં, ભાજપની સંખ્યા નજીવી રીતે ઘટીને 14 થઈ ગઈ, જ્યારે કોંગ્રેસે 17 બેઠકો જીતીને તેનું પ્રદર્શન વધુ સારું કર્યું હતું.


ભાજપ અનેક યોજનાઓ દ્વારા આદિવાસીઓને આકર્ષી રહ્યું છે, અને દ્રૌપદી મુર્મુને દેશના પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ બનાવવાનો પણ દાવો કરે છે. જો કે ભાજપના આ દાવાની આદિવાસી મતદારોમાં કેવી અસર કરે છે તે જોવું રસપ્રદ બની રહેશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?