રાહુલ ગાંધીની જાહેરાત: 500 રૂ.માં LPG સિલિન્ડર,10 લાખ નોકરીઓ, ખેડૂતોનું 3 લાખ સુધીનું દેવું માફ


  • Published By :
  • Published Date : 2022-11-06 16:18:26



ગુજરાત વિધાનસભા ચૂંટણી જાહેર થયા બાદ પ્રજાને રિઝવવા માટે તમામ રાજકીય પક્ષોના નેતાઓ પ્રયાસો કરી રહ્યા છે. કોંગ્રેસે લોકોને આકર્ષવા માટે તેના ચૂંટણી મેનિફોસ્ટોમાં મહત્વની જાહેરાતો કરી છે. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ પણ આજે ભાજપ પર કટાક્ષ કર્યા હતા. તેમણે ટ્વીટર પર કહ્યું કે, “ભાજપના ડબલ એન્જિનની છેતરપિંડીથી બચાવીશું, રાજ્યમાં પરિવર્તનનો ઉત્સવ મનાવીશું.” રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને જાહેરાત કરતા કહ્યું કે “500 રૂપિયામાં સિલિન્ડર, યુવાનોને 10 લાખ નોકરીઓ, ખેડૂતોની 3 લાખ સુધીની લોન માફ કરશે”. આ સાથે રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે તેઓ ગુજરાતની જનતાને આપેલા 8 વચનોને જરૂરથી પૂરા કરશે. 


ગુજરાતના લોકોને કોંગ્રેસે આપ્યા આ ચૂંટણી વચનો


1-કોંગ્રેસે યુવાનો માટે 10 લાખ નોકરીઓનું વચન આપ્યું 3000 રૂપિયાનું બેરોજગારી ભથ્થું પણ આપવામાં આવશે.

2-કેજીથી પીજી સુધી છોકરીને મફત શિક્ષણ. રાજ્યમાં ત્રણ હજાર નવી અંગ્રેજી માધ્યમની શાળાઓ બનાવવામાં આવશે 

3-ખેડૂતોનું વીજળીનું બિલ પણ માફ, સામાન્ય લોકોને 300 યુનિટ સુધી મફત વિજળી

4-આધુનિક સુવિધાઓ સાથે નવી સરકારી હોસ્પિટલો બનાવવામાં આવશે. 10 લાખ સુધીની સારવાર મફત.

5-ઈન્દિરા રસોઈ યોજના હેઠળ જરૂરિયાતમંદ લોકોને માત્ર 8 રૂપિયામાં ભોજનની ગેરંટી

6-કોરોનાથી મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને 4 લાખ રૂપિયાની આર્થિક સહાય.

7-ગૃહિણીઓને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર, ઘરેલું વીજળીના 300 યુનિટ મફત.

8-સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે.

9-રાજ્યના દુધ ઉત્પાદકોને મળશે પ્રતિ લિટર 5 રૂપિયાની સબસિડી



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?