PM મોદીનું મુખ્ય ફોકસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર, 3 દિવસમાં 7 રેલીઓ ગજવશે


  • Published By :
  • Published Date : 2022-11-17 11:47:59

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ત્રણેય પક્ષો પ્રજાને રિઝવવા તનતોડ પ્રયત્નો કરી રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ રાજ્યના વિવિધ ભાગોમાં જઈને ચૂંટણી અભિયાન ચલાવી રહ્યા છે. ભાજપ પણ સત્તામાં પાછા ફરવા માટે કોઈ કસર છોડવા માંગતી નથી. ભાજપે તો તેના સ્ટાર પ્રચારકોની મોડી ફોજ ઉતારી દીધી છે. જો કે   તેના સૌથી મોટા પ્રચારક પીએમ નરેન્દ્ર મોદી વગર તો બધું  અધુરૂ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વાયુવેગે પ્રચાર અભિયાન શરૂ કરે  તેવા સમાચાર સુત્રો પાસેથી મળી રહ્યા છે.


PM મોદી કરશે ઝંઝાવાતી પ્રચાર


PM મોદી રાજ્યમાં 20થી 22 નવેમ્બર દરમિયાન સૌરાષ્ટ્રમાં સાત રેલીઓ કરશે. આ રેલીઓમાં લાખોની સંખ્યામાં લોકો ઉમટે તેવી આશા છે. PM મોદીની ચૂંટણી સભાઓ, રેલીઓ અને રોડ શોનો સંપૂર્ણ કાર્યક્રમ પણ તૈયાર કરવામાં આવ્યો છે. PM G20 સમિટમાં ભાગ લેવા માટે ઈન્ડોનેશિયા ગયા હોવાથી ભાજપ તે અંગેની મંજૂરી મેળવવા અને રેલીના સ્થળોને અંતિમ રૂપ આપવા માટે તેમના પરત ફરવાની રાહ જોઈ રહી હતી. હવે પીએમ મોદી ભારત ફર્યા હાવોથી  તેમની રેલીઓને લઈ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. PMની રેલીઓના પ્રચાર અભિયાનનું મુખ્ય ફોકસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર કેન્દ્રિત રહેશે. તેમના પ્રયાર કાર્યક્રમનમો પ્રારંભ 20 નવેમ્બરના દિવસે સૌરાષ્ટ્રથી થશે, મોદી સૌરાષ્ટ્રમાં ત્રણ રેલીઓ કરશે. ત્યાર બાદ 21 નવેમ્બરે દક્ષિણ ગુજરાતમાં બે અને સૌરાષ્ટ્રમાં ફરી પાછી એક રેલી સંબોધશે. 22 નવેમ્બરે સૌરાષ્ટ્રમાં જ મોદીની બે રેલી યોજાવાની છે.


સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર ફોકસ શા માટે?


ગુજરાતમાં વર્ષ 2017માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સૌથી મોટો ફટકો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડ્યો હતો. ભાજપને 2017માં માત્ર 19 બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસે અહીં 28 બેઠકો કબજે કરી હતી. જો કે 2012માં ભાજપે અહીં 30 બેઠકો જીતી હતી, ગુજરાતની કુલ 182 વિધાનસભા બેઠકોમાંથી સૌરાષ્ટ્રમાં 48 બેઠકો છે. સૌરાષ્ટ્રમાં જ પ્રથમ તબક્કાનું એટલે કે 1 ડિસેમ્બરે મતદાન યોજાવાનું છે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...