PM મોદીએ કમલમમાં પાર્ટીના પદાધિકારીઓ સાથે યોજી બેઠક, મિટીંગમાં શું ચર્ચા થઈ?


  • Published By :
  • Published Date : 2022-12-04 20:05:29

ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીનું આવતીકાલે મતદાન થશે. ગુજરાત ચૂંટણીમાં આવતીકાલે 2.51 કરોડ મતદારો 93 બેઠકો માટે 833 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. શાસક પક્ષ ભાજપ માટે આ બીજા તબક્કાનું મતદાન ખુબ જ મહત્વનું છે. તે માટે જ પીએમ મોદી કમલમ્ ખાતે પહોંચ્યા હતા. અહીં તેમણે હાઇ લેવલ બેઠક યોજી હતી. 


PM મોદીએ શા માટે યોજી બેઠક?


રાજ્યની વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન વર્ષ 2017 કરતા પણ ઓછું મતદાન થતા ભાજપ સહિત અન્ય રાજકીય પાર્ટીઓની ચિંતા વધી છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણમાં થયેલા ઓછા મતદાનના કારણે પણ ભાજપના નેતાઓમાં ચિંતા સવિશેષ છે. ભાજપના પેજ પ્રમુખો પણ મતદાન વધારી શક્યા ન હતા. ઓછું મતદાન હાર-જીતનો નિર્ણય કરવામાં મહત્વનું પરિબળ બની રહે છે. આ જ કારણે બીજા તબક્કામાં મતદાન વધે તેના પર જ ભાજપનું ફોકસ રહેશે. બીજા તબક્કામાં મતદાન વધારવા મુદ્દે જ પીએમ મોદીએ પાર્ટીના પદાધિકારીઓ સાથે ઉચ્ચ કક્ષાની મિટિંગ યોજી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો કે પીએમ મોદીની આ હાઇ લેવલ બેઠકથી રાજકારણ ગરમાયું છે.


PMની બેઠકમાં કોણ હાજર રહ્યું?


પાટનગર ગાંધીનગરમાં કોબા ખાતે આવેલા ભાજપના કાર્યાલય કમલમ્ ખાતે યોજાયેલી પીએમ મોદીના હાઈ લેવલ બેઠકમાં પીએમ મોદી ઉપરાંત અમિત શાહ, પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સંગઠન અને સરકારનાં તમામ દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.