PM મોદી ગુજરાતની મુલાકાતે, મહંત સ્વામી અને માતા હીરાબાના આશિર્વાદ લીધા


  • Published By :
  • Published Date : 2022-12-04 18:55:09

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવી પહોંચ્યા છે. પીએમ મોદીએ ગુજરાતમાં આવતા જ તેમણે BAPSના મહેત સ્વામી તથા માતા હીરાબાના આશીર્વાદ લીધા હતા. માતાના આશિર્વાદ લીધા બાદ તેઓ કમલમમાં જવા રવાના થયા છે. પીએમ મોદી આવતી કાલે અમદાવાદના રાણીપમાં મતદાન કરશે. 


પીએમ મોદીએ માતા હીરાબાના આશિર્વાદ લીધા


પીએમ મોદીએ આજે પહેલા મહંતસ્વામીના આશિર્વાદ લીધા હતા. ત્યાર બાદ તેઓ પોતાના માતા હીરા બાના દર્શન માટે ગાંધીનગર પહોંચ્યા હતા. હીરાબાને મળવા માટે તેઓ ભાઇના નિવાસ સ્થાન વૃંદાવન -2 બંગ્લોઝમાં મળવા માટે પહોંચ્યા હતા. અહીંથી તેઓ સીધા જ કમલમ જવા માટે રવાના થયા હતા. અહીં તેઓ મતદાન પહેલાની અંતિમ તૈયારીઓ અંગે માહિતી મેળવશે અને માર્ગદર્શન આપશે. 


આવતી કાલે મતદાન કરશે


ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો બીજો તબક્ક અંતર્ગત 5 ડિસેમ્બર, 2022 ના દિવસે બીજા તબક્કાનું મતદાન થશે. 93 બેઠકો પર આવતીકાલે સવારે મતદાન થવાનું છે. આ તબક્કામાં વડાપ્રધાન મોદીનું પણ મતદાન હોવાથી તેઓ આજે સાંજે અમદાવાદ આવી પહોંચ્યા હતા. આવતીકાલે સવારે તેઓ 8.30 વાગ્યે અમદાવાદની સાબરમતી વિધાનસભા વિસ્તારમાં આવેલી રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કરવા માટે પહોંચશે. 


પોલીસ બંદોબસ્ત વચ્ચે કરશે મતદાન


પીએમ મતદાન કરવા માટે આવવાના હોવાને કારણે નિશાન સ્કુલ ખાતે તમામ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. એસપીજી દ્વારા અને શહેર પોલીસ દ્વારા પણ કડક સુરક્ષા ઘેરો તૈયાર કરવામાં આવ્યો છે. નિશાંત સ્કુલ પર સમગ્ર રાષ્ટ્રના મીડિયાની નજર પણ રહેવાની હોવાથી શાળા અને મતદાનમાં કોઇ કચાશ ન રહે તે માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?