બંગાળીઓ અંગે નિવેદન કરી બરાબરના ફસાયા પરેશ રાવલ, વિરોધ વધતા માંફી માગી


  • Published By :
  • Published Date : 2022-12-02 16:55:56

ભાજપના પૂર્વ સાંસદ અને બોલિવુડ કલાકાર પરેશ રાવલ તેમના વિવાદાસ્પદ નિવેદનને લઈ બરાબરના ફસાયા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે મંગળવારે પ્રચાર કરવા આવેલા પરેશ રાવલે રોહિંગ્યા મુસ્લિમો અને બાંગ્લાદેશીઓ અંગે ઉલ્લેખ કરતા એવું બોલી ગયા કે સોશિયલ મીડિયા પર યુઝર્સે પરેશ રાવલને નિશાન બનાવ્યા હતા. અતં  વિવાદ ખુબ વધી જતા પરેશ રાવલને યૂ ટર્ન લેવાની ફરજ પડી હતી અને  તેમણે તેમના નિવેદનને લઈ સ્પષ્ટતા કરતા માંફી માંગવી પડી હતી.

  

પરેશ રાવલનું નિવેદન શું હતું? 

 

વલસાડમાં એક રેલી સંબોધતા અભિનેતા પરેશ રાવલે ગેસ સિલિન્ડરની વધતી કિંમતોને લઈને કોંગ્રેસના વિરોધ વચ્ચે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, 'ગેસ સિલિન્ડરના ભાવ ફરી એક વખત નીચે આવશે, પરંતુ જો રોહિંગ્યાઓ કે બાંગ્લાદેશીઓ તમારા ઘરની નજીક રહેવા લાગશે ત્યારે તમે શું કરશો, શું તમે બંગાળીઓ માટે માછલી રાંધશો.'


પરેશ રાવલે યુ ટર્ન લીધો


પરેશ રાવલ સામે સોશિયલ મીડિયા પર વિરોધ વધતા અંતે શુક્રવારે સવારે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વિટ કર્યું હતું. પરેશ રાવલને પોતાની ભૂલની અનુભૂતી થતા અંતે આજે સવારે 9.43 વાગ્યે એક ટ્વિટ કર્યું. જેમાં તેમણે લખ્યું- 'જો મારા નિવેદનથી બંગાળીઓની ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો હું તેની માફી માંગુ છું. મેં માછલી વિશે જે નિવેદન આપ્યું હતું તે રોહિંગ્યાઓ અને ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ અંગે હતો.




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?