પરેશ ધાનાણીએ અનોખા અંદાજમાં મોંઘવારીનો વિરોધ કર્યો, ગેસની બોટલ સાથે મતદાન


  • Published By :
  • Published Date : 2022-12-01 10:46:34

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પ્રથમ તબક્કાનો પ્રચાર પડઘમ શાંત પડી ગયો છે. આજે સવારથી જ રાજ્યના સૌરાષ્ટ્ર- કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર 788 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જો કે કેટલાક ઉમેદવારો તેમના આગવા અંદાજમાં મતદાન કરવા નિકળ્યા તેમાના એક અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી છે. કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી સાયકલ પર બાટલો મુકી મતદાન કરવા નિકળ્યા હતા. 


કાળઝાળ મોંઘવારીનું પ્રતિક બન્યો બાટલો


રાજ્યમાં મોંઘવારી આસમાને પહોંચી છે. જીવન જરૂરિયાતની તમામ ચીજોના ભાવ આસમાને પહોંચ્યા છે. સમગ્ર રાજ્યમાં લોકો અસહ્ય મોંઘવારીથી ત્રાહિમામ પોકારી ગયા છે. પરેશ ધાનાણી સાયકલ પર ગેસનો બાટલો મુકી મતદાન કરવા પહોંચ્યા ત્યારે ખુબ આશ્ચર્ય સર્જાયું હતું. ગેસના બાટલાના ભાવ 1100 રૂપિયા થયા છે ત્યારે આજકાલ ગેસની બોટલ મોંઘવારીનું પ્રતિક બની છે. 


2.39 કરોડ મતદારો કરશે મતદાન


ગુજરાતમાં આજે સૌરાષ્ટ્ર-કચ્છની 54 અને દક્ષિણ ગુજરાતની 35 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે. પ્રથમ તબક્કામાં 788 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે, ત્યારે સાંજે 5 વાગ્યા સુધીમાં તેમનું ભાવી EVMમાં કેદ થશે. આજે 2.39 કરોડ મતદારો 25,430 મતદાન મથકો પર જઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાંથી 5.74 લાખ જેટલા મતદારો પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણી પંચ દ્વારા રાજ્યના તમામ મતદારોને લોકશાહીના આ મહાપર્વમાં જોડાવા માટે અપીલ કરવામાં આવી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?