ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનના ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ હોવાથી રાજકીય નેતાઓએ ચૂંટણી પ્રચાર અભિયાન તેજ બનાવ્યું છે. આજે સાંજે 5 વાગ્યાથી ચૂંટણી પ્રચારના પડઘમ શાંત પડી જશે. કોંગ્રેસના અમરેલી સીટ પરના ઉમેદવાર પરેશ ધાનાણીએ પણ તેમના મત વિસ્તારમાં પ્રચાર કરવા નિકળ્યા ત્યારે ભાજપના કાર્યાલયની મુલાકાત લીધી હતી. પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓ સાથે ચાની ચૂસકી લીધી ત્યારે સુખદ આશ્ચર્ય થયું હતું.
અમરેલીના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી ભાજપના કાર્યાલય પહોંચ્યા, ત્યાં પરશોત્તમ રૂપાલા, ગોરધન ઝડફિયા અને દિલીપ સંઘાણી સાથ ચાય પર ચર્ચા કરી
.#pareshdhanani #amreli #purushottamrupala #gordhanzadafia #dilipsanghani #jamawat #bjp #meeting #election2022 #gujarat #politics pic.twitter.com/JI2lRaLT5G
— Jamawat (@Jamawat3) November 29, 2022
ભાજપના નેતાઓ સાથે ચાય પે ચર્ચા
અમરેલીના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી ભાજપના કાર્યાલય પહોંચ્યા, ત્યાં પરશોત્તમ રૂપાલા, ગોરધન ઝડફિયા અને દિલીપ સંઘાણી સાથ ચાય પર ચર્ચા કરી
.#pareshdhanani #amreli #purushottamrupala #gordhanzadafia #dilipsanghani #jamawat #bjp #meeting #election2022 #gujarat #politics pic.twitter.com/JI2lRaLT5G
કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી તેમના સમર્થકો સાથે ભાજપ કાર્યાલય પહોચ્યા અને તેમણે ભાજપના દિગ્ગજ નેતાઓ દિલીપ સંઘાણી, પરશોત્તમ રૂપાલા અને ગોરધન ઝડફિયા સાથે ચાની ચૂસકી લીધી હતી. પરેશ ધાનાણી સાથે તેમના નાના ભાઈ શરદ ધાનાણી પણ હતા. પરેશ ધાનાણીએ ભાજપના દિગ્ગજ નેતાઓ પાસેથી આશીર્વાદ પણ મેળવ્યા હતા. તેમની મુલાકાતને લઈ પરેશ ધાનાણીએ કહ્યું કે, 'જે કાર્યકરો તનથી ભાજપ કાર્યાલયમાં છે અને મનથી કોંગ્રેસમાં છે તે મને આશીર્વાદ આપે.' પરેશ ધાનાણીએ અડધો કલાક સુધી ભાજપના નેતાઓ સાથે ચાય પે ચર્ચા કરી હતી.
અમરેલી સીટ પર ત્રિપાંખિયો જંગ
અમરેલી પર આ વખતે અહીં ત્રિપાંખિયો જંગ છે. ભાજપમાંથી કૌશિક વેકરિયા, કોંગ્રેસમાંથી પરેશ ધાનાણી અને આમ આદમી પાર્ટીમાંથી રવિ ધાનાણી વચ્ચે જંગ છે. જો કે આ સીટ પરેશ ધાનાણીનો ગઢ રહી છે.