ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ રાજકારણના અવનવારૂપ દરરોજ જોવા મળી રહ્યા છે. ભાજપે નો રિપીટ થીયરી અપનાવતા અનેક સિનિયર નેતાઓના પત્તા કપાઈ જાય તેવી સંભાવના છે, પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની કેબિનેટના 8 મંત્રીઓના પત્તા કપાઈ જશે. આ દરમિયાન ગુજરાત ભાજપના બે ટોચના નેતા પૂર્વે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નીતિન પટેલે પણ ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો છે.
નીતિન પટેલે પ્રદેશ પ્રમુખ પાટીલને પત્ર લખ્યો
નીતિન પટેલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને પત્ર લખીને ચૂંટણી નહીં લડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. નીતિન પટેલે મહેસાણા બેઠકથી ચૂંટણી નહી લડવાની નીતિન પટેલે વાત કરી હતી. નીતિન પટેલનો આ પત્ર પણ સોશિયલ મિડીયા પર વાયરલ થયો છે. વિજય રૂપાણી બાદ હવે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ ચૂંટણી નહી લડવાની જાહેરાત કરી હતી.
પૂર્વ સીએમ રૂપાણીએ પણ અગાઉ જાહેરાત કરી હતી
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વિધાનસભાની ચૂંટણી નહી લડવાની જાહેરાત કરી હતી. તેમણે પક્ષને જીતાડવા માટે મહેનત કરવાન પણ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે 2017માં રાજકોટ પશ્વિમ બેઠક પરથી વિજય રૂપાણી ચૂંટણી લડ્યા હતા. વિજય રૂપાણી હાલમાં પંજાબ ભાજપના પ્રભારી છે. આ વિધાનસભા ચૂંટણીમાં રાજકોટ પશ્વિમ બેઠક પર નવા ચહેરાની પસંદગી થશે તે નક્કી છે.