ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ-NCP વચ્ચે ગઠબંધન, NCPએ પાંચ બેઠકો માંગી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 13:59:22

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા તમામ રાજકિય પાર્ટીઓ મતદારોને રિઝવવા તથા રાજકીય ગઠબંધનો કરવાના પ્રયાસોમાં લાગી છે. ગુજરાતમાં કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધન થાય તેવી શક્યતા જણાઈ રહી છે. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પણ આ ગઠબંધનના કારણે NCPએ એક બેઠક જીતી હતી. કુતિયાણાની બેઠક પરથી કાંધલ જાડેજા જીતવામાં સફળ રહ્યા હતા.


 કોંગ્રેસ અને NCPના નેતાઓ વચ્ચે યોજાઈ બેઠક


વિધાનસભાની ચૂંટણી પહેલા ગઢબંધન અને ચૂટણી રણનિતી નક્કી કરવા કોંગ્રેસ અને NCPના નેતાઓ વચ્ચે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કોંગ્રેસ પ્રભારી ગઘુ શર્મા, તથા NCPના પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કી, નિકુલસિંહ તોમર વચ્ચે બેઠક યોજાઈ હતી. બંધબારણે યોજાયેલી આ બેઠકમાં NCPના નેતાઓએ રાજ્યમાં 7-8 બેઠકો માંગી હતી જો કે અંતે 5-6 બેઠકો પર સર્વસંમતી બની હતી. 


અશોક ગહેલોત કરશે આખરી નિર્ણય


આજે સાંજે કોંગ્રેસના અગ્રણી નેતા અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત સાથે બેઠક યોજાશે. આ બેઠકમાં સીટોની વહેંચણી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે. જો કે અશોક ગહેલોત બેઠકો અંગે અંતિમ નિર્ણય લેશે. કાલે NCP દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવશે. જેમાં કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધનની જાહેરાત કરાશે અને ગઠબંધન અંગેની માહિતી આપવામાં આવશે.


NCP કઈ 5 બેઠકો માગે છે?


કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધનઆ બેઠકને લઇને NCPના પ્રદેશ અધ્યક્ષ જયંત બોસ્કીએ નિવેદન આપતા કહ્યું કે, 'NCPએ 5 સીટ માંગી છે. અશોક ગેહલોત સાથે બેઠક કરીને અમે ગઠબંધનની જાહેરાત કરીશું. NCPએ કુતિયાણાથી કાંધલ જાડેજા માટે ટિકિટ માંગી છે. ગોંડલથી રેશ્મા પટેલ માટે ટિકિટ માંગી છે. ઉમરેઠથી પ્રદેશ અધ્યક્ષ જયંત બોસ્કી માટે ટિકિટ માંગી છે. જ્યારે નરોડાથી કોર્પોરેટર નિકુલસિંહ તોમર માટે ટિકિટની માંગ કરવામાં આવી છે.'



અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.