ગુજરાત વિધાનલભાની ચૂંટણીમાં ભાજપને મળેલી ઐતિહાસિક જીત બાદ અનેક જાતિઓનું પ્રતિનિધિત્વ ઘટી ગયું છે. તેમાં પણ લધુમતિ સમુદાયનું પ્રતિનિધિત્વ ઘટીને માત્ર એક સીટનું રહી ગયું છે. 15મી વિધાનસભા માટે 230 મુસ્લિમ ઉમેદવારૌ 73 બેઠકો માટે ચૂંટણી લડી રહ્યા હતા પણ તેમાં માત્ર એક જ જમાલપુર-ખાડીયાથી એક ઉમેદવાર જીતવામાં સફળ રહ્યા છે.
કોંગ્રેસે આપી હતી સૌથી વધુ ટિકિટ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે આ વખતે સૌથી વધુ 6 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા. જો કે સામે મુસ્લિમ પાર્ટી મનાતી AIMIMએ પણ લઘુમતી બહુમતી ધરાવતી સીટો પર મુસ્લિમ ઉમેદવારો ઉભા રાખતા મુસ્લિમોના મત વહેંચાઈ ગયા હતા. જેના કારણે અમદાવાદની એક સીટ જમાલપુર-ખાડીયાથી ઈમરાન ખેડાવાલાનો વિજય થયો હતો. જ્યારે દરિયાપુર સીટ પરથી ગ્યાસુદ્દીન શેખ અને વાંકાનેરથી મોહમ્મદ પીરઝાદાનો હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો.
ઈમરાન ખેડાવાલાની શા માટે જીત્યા
જમાલપુર-ખાડિયા સીટ મુસ્લિમોની બહુમતી ધરાવે છે, આ સીટ પર 61 ટકા મુસ્લિમ મતદારો છે. ઈમરાન ખેડાવાલાની તેમના નજીકના પ્રતિસ્પર્ધી ભાજપના ભૂષણ ભટ્ટ સામે 13,658 મતથી જીત થઈ છે. જ્યારે AIMIMના સાબિર કાબલીવાલાને માત્ર 15,655 મત મળ્યા હતા. ઈમરાન ખેડાવાલા છીપા સમુદાયમાંથી આવતા હોવાથી તેમને મોટા પ્રમાણમાં આ સમુદાયનું સમર્થન પ્રાપ્ત છે. જમાલપુર-ખાડિયામાં 30,000થી વધુ છીપા સમુદાયના મતદારો છે.