વિધાનસભા ચૂંટણી 2022માં તમામ પક્ષોના મળી કુલ 11 મુસ્લિમ ઉમેદવારો મેદાને


  • Published By :
  • Published Date : 2022-11-17 16:53:20

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે અને તમામ રાજકીય પક્ષો મતદારોને રિઝવવા માટે પ્રયાસો કરી રહ્યા છે. જો કે આ સમયે એક જાગ્રૃત નાગરિક તરીકે વિચાર થાય કે આ વખતની ચૂંટણીમાં કેટલા મુસ્લિમ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. ભાજપે કોઈ મુસ્લિમને ઉમેદવાર બનાવ્યા નથી. અત્યાર સુધીમાં મુસ્લિમોને સૌથી વધુ ટિકિટ કોંગ્રેસે આપી છે અને આ 2022ની ચૂંટણીમાં પણ કોંગ્રેસ જ સૌથી વધુ 6 જ્યારે આમ આદમી પાર્ટીએ 2 મુસ્લિમ ઉમેદાવારો મેદાનમાં ઉતાર્યા છે. મુસલમાનોની પાર્ટી તરીકે જાણીતી અસદુદ્દીન ઔવેસીની પાર્ટી AIMIMએ પણ ગુજરાતમાં બે મુસ્લિમોને ઉમેદવાર બનાવ્યા છે.


ઉમેદવાર-વિધાનસભા સીટ-પાર્ટી


1 –મામદભાઈ જંગ જાટ-અબડાસા- કોંગ્રેસ
2 –મોહમ્મદ જાવેદ પીરઝાદા- વાંકાનેર- કોંગ્રેસ
3 –સુલેનન પટેલ-વાગરા-કોંગ્રેસ
4 –અસલમ સાઈકલવાલા-સુરતપૂર્વ-કોંગ્રેસ
5 –ગ્યાસુદ્દીન શેખ-દરિયાપુર-કોંગ્રેસ
6 –ઈમરાન ખેડાવાલા- જમાલપુરખાડિયા-કોંગ્રેસ
7 –તાજ કુરેશી - દરિયાપુર–AAP
8 –હારુન નાગોરી – જમાલપુરખાડિયા –AAP
9 –સાજીદ રેહાન - જંબુસર– AAP
10 –અબ્બાસભાઈ નોડસોલા  –સિદ્ધપુર –AIMIM
11 –જૈન બીબી શેખ  –વેજલપુર –AIMIM


ગુજરાતમાં મુસ્લિમોની વસ્તી કેટલી છે?


રાજ્યમાં 9 ટકા મુસ્લિમોની વસ્તી છે. જો કે તે મુખ્યત્વે રાજ્યના વિવિધ ભાગોમાં હોવાથી બહુમતી જમાલપુર ખાડિયા, ભરૂચના વાગરામાં જ છે. એક સામાન્ય ચૂંટણી ગણિત પ્રમાણે રાજ્યની લગભગ 25 બેઠકો એવી છે જ્યાં મુસ્લિમ મતદારો માતબર સંખ્યામાં છે. જો કે તેમ છતાં તેમને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા છે. 


ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?