મધુ શ્રીવાસ્તવ વાઘોડિયાથી છ ટર્મથી ભાજપના ધારાસભ્ય રહ્યા છે. આ વખતે તેમને ટિકિટ ન મળતા તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. મધુ શ્રીવાસ્તવે તેમના ઉમેદવારી ફોર્મની સાથે એફિડેલિટમાં સંપત્તી, બિઝનેશ અને લાયાબિટીઝ અંગે જાહેરાત કરી છે. જો કે કોર્ટ કેસ અંગે કોઈ માહિતી આપી નથી.
વ્યવસાય અને સંપત્તી
જંગમ સંપત્તિ: રૂ. 5.67 કરોડ (મધુ શ્રીવાસ્તવે, તેમની પત્ની અને બે આશ્રિત બાળકોની કુલ સંપત્તી જાહેર કરી છે)
જંગમ સંપત્તિ
રૂ. 5.67 કરોડ (સંપત્તિમાં તેમની પત્ની અને બે આશ્રિત બાળકોનો સમાવેશ થાય છે)
સ્થાવર અસ્કયામતો
સ્થાવર અસ્કયામતોઃ રૂ. 3.87 કરોડ (વડોદરા અને નર્મદામાં કેટલીક ખેતીની જમીનના પાર્સલ; બિનખેતીની જમીનના પાર્સલ; વડોદરામાં બે કોમર્શિયલ જગ્યાઓ) તે ઉપરાંત વડોદરા અને ગાંધીનગરમાં એક હોટેલ અને રહેણાંક પ્લોટ/રહેઠાણ. જાહેર કરાયેલી સંપત્તિમાં તેમની પત્ની અને પુત્રીની સંપત્તિનો પણ સમાવેશ થાય છે. તે ઉપરાંત મધુ શ્રીવાસ્તવે રૂ. 10.98 લાખની જવાબદારીઓ (લાયાબિલીઝ)ની પણ જાહેરાત કરી છે.