કાંધલ જાડેજાનો હુંકાર, લોકોએ મારા નામ પર મત આપ્યા છે, NCPના નામ પર નહીં


  • Published By :
  • Published Date : 2022-11-23 13:15:31

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ સમગ્ર રાજ્યમાં જોરશોરથી પ્રચાર અભિયાન ચાલી રહ્યું છે. ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી જીતવા માટે મરણીયા પ્રયાસો કરી રહ્યા છે. આ દરમિયાન કુતિયાણાથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર કાંધલ જાડેજાના નિવેદને ખાસ્સી ચર્ચા જગાવી છે. કાંધલ જાડેજાએ કહ્યું, કુતિયાણાના લોકોએ મારા નામ પર મત આપ્યા છે, NCPના નામ પર નહીં.


કાંધલ જાડેજાએ શું નિવેદન આપ્યું? 


પોરબંદર જિલ્લાની કુતિયાણા વિધાનસભા સીટ પરથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા કાંધલ જાડેજાના એક નિવેદનથી રાજકારણ ગરમાયું છે. તેમણે કહ્યું કે જ્યારે હું 2012માં NCPને અહીં લાવ્યો હતો, ત્યારે કોઈને તેના વિશે ખબર નહોતી. મેં બે વાર ચૂંટણી લડી અને જીતી. લોકોએ મારા નામ પર મત આપ્યા. મેં પાર્ટીમાંથી રાજીનામું આપ્યું, બધાએ અનુસર્યું અને રાજીનામું આપ્યું. NCP ગુજરાતમાં સમાપ્ત થઈ જશે. હું હવે સાયકલ (સમાજવાદી પાર્ટી) ના પ્રતિક પર ચૂંટણી લડી રહ્યો છું. કુતિયાણાના સપાના ઉમેદવાર કાંધલ જાડેજાને જ્યારે પૂછવામાં આવ્યું કે શું લોકો તેમના પારિવારિક પૃષ્ઠભૂમિને જોતા ડર કે પ્રેમથી તેમને મત આપે છે ? તેના જવાબમાં કહ્યું- જો તમે મને 80-90 ના દાયકામાં આ પૂછ્યું હોત, તો મેં કહ્યું હોત કે ડરથી કારણ કે ત્યારે બેલેટ પેપર હતું. હવે EVM છે. મારા કામના કારણે લોકો મને વોટ આપે છે.


કુતિયાણા ત્રણ મેર વચ્ચે ખરાખરીનો જંગ


કુતિયાણા વિધાનસભા સીટ પર આ વખતે ત્રિપાંખિયા જંગને કારણે ચૂંટણી રસપ્રદ બની છે.ચૂંટણીમાં અહીં હાલના ધારાસભ્ય કાંધલ જાડેજાને NCPએ મેન્ડેટ આપવાનો ઈનકાર કર્યા બાદ અપક્ષ અને સપાના ઉમેદવાર તરીકે એમ બે ફોર્મ ભર્યા છે. જ્યારે ભાજપમાંથી કુતિયાણા નગરપાલિકાના 28 વર્ષથી પ્રમુખ રહેલાં ઢેલીબેન ઓડેદરા તો કોંગ્રેસમાંથી નાથાભાઈ ઓડેદરા છે. કાંધલ, નાથાભાઈ અને ઢેલીબેન ત્રણેય મેર જ્ઞાતિના છે. માત્ર એટલું જ નહીં, ભાજપનાં ઢેલીબેન અને અપક્ષ ઉમેદવાર કાંધલ તો ફૂઈ-ભત્રીજો છે. ઉલ્લેખનીય છે કે ઢેલીબેને ઉમેદવારી ફોર્મ સમયે રજૂ કરેલા સોગંદનામામાં તેમની સામે એકપણ ગુનો નોંધાયેલો નથી. કુતિયાણા શહેર આમ તો નાનકડું છે, પણ વિધાનસભા મતવિસ્તારમાં શહેર ઉપરાંત ઘેડ પંથક અને રાણાવાવનો પણ સમાવેશ થાય છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?