જેઠા ભરવાડ અંતે આવ્યા 'રંગ'માં, 'જેને મત આપવો હોય ત્યાં આપો, આઠમી પછી મારો વારો છે'


  • Published By :
  • Published Date : 2022-12-01 19:46:08

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. આ દરમિયાન પંચમહાલના શહેરાના ધારાસભ્ય અને ભાજપના ઉમેદવાર જેઠા ભરવાડનો એક વિવાદિત વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેઠા ભરવાડ મતદારોને રીતસર ધમકી આપતા જોવા મળ્યા હતા.


જેઠા ભરવાડે ધમકી આપતા શું કહ્યું?


શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડે રતનપુર ગામમાં ચૂંટણી સભા સંબોધી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, 'જ્યાં પણ વોટ આપવો હોય ત્યાં આપજો પણ 8 તારીખ પછી મારો દિવસ આવશે પછી હું ઈનિંગ્સ શરૂ કરીશ. જોઈ લો 2027 સુધી હું જ ધારાસભ્ય છું અને ત્યાર બાદ પણ કોને ધારાસભ્ય બનાવવાના છે તે પણ હું નક્કી કરીશ એટલે મારા સિવાય કોઈને વોટ નથી આપવાનો.'


જેઠાભાઈ આહિરનું છે એકચક્રી શાસન


શહેરા ભાજપ ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પણ છે. તેઓ પંચમહાલ ડેરી અને પંચમહાલ જિલ્લા સહકારી બેંકના ચેરમેન પણ છે. તેઓ 1998થી 2017 સુધી પાંચ વાર શહેરા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા છે. વર્ષ 1998માં જેઠાભાઈ ભરવાડ સમાજવાદી પક્ષ તરફથી ચૂંટાઈને આવ્યા હતા. વર્ષ 2002માં તેઓ ભારતીય જનતા પાર્ટી તરફથી આ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને અને કોંગ્રેસ ઉમેદવાર છત્રસિંહને હરાવ્યા હતા. ત્યારથી લઈને વર્ષ 2017 સુધી જેઠાભાઈ આ બેઠક પર જીતતા આવ્યા છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?