વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે તમામ પાર્ટીના ઉમેદવારો જોરસોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. વિવિધ પાર્ટીઓના આ ઉમેદવારો આ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપ થાય તે સ્વાભાવિક છે. જો કે જામખંભાળીયા વિધાનસભા સીટમાં એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું. કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ માડમે એક જાહેર મંચ પરથી તેમના પ્રતિસ્પર્ધી અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઈસુદાન ગઢવીની ભરપુર પ્રશંસા કરી હતી.
દ્વારકાની ખંભાળિયા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ માડમે AAPના નેતા ઈસુદાન ગઢવી વિષે કહી આ વાત @AAPGujarat @INCGujarat @isudan_gadhvi#GujaratElections2022 pic.twitter.com/6X8wWebUOL
— Jamawat (@Jamawat3) November 15, 2022
વિક્રમ માડમે તેમના હરિફ ઈસુદાન ગઢવી માટે શું કહ્યું?
દ્વારકાની ખંભાળિયા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ માડમે AAPના નેતા ઈસુદાન ગઢવી વિષે કહી આ વાત @AAPGujarat @INCGujarat @isudan_gadhvi#GujaratElections2022 pic.twitter.com/6X8wWebUOL
— Jamawat (@Jamawat3) November 15, 2022વિક્રમ માડમે તેમના હરિફ ઈસુદાન ગઢવીના ભારોભાર વખાણ કરતા કહ્યું કે '' ભાજપે ઈસુદાન પર ખોટા આક્ષેપો કર્યા છે, ગઢવીનો દીકરો કર્યારેય કોઈ બહેન-દીકરીની આબરૂ લૂંટવા ન જાય, ઈસુદાન મારો હરીફ ઉમેદવાર છે, પરંતુ લોકો ઈસુદાનને મત આપીને જિતાડશે તો તેને ખભે બેસાડીને આપણે તેને અભિનંદન પાઠવીશું. મત કોને આપવો એ જનતાનો અધિકાર છે. ગઢવીનો દીકરો ભાજપના કાર્યાલયમાં 100 લોકોને લઈને જાય, તેના પર એવો આક્ષેપ કરે કે મા-બહેનની ઈજ્જત લૂંટવા ગયો હતો? અરે... શરમની વાત છે. ગઢવીનો દીકરો કોઈ દિવસ કોઈ મા-બહેન, દીકરીની આબરૂ લૂંટવા ન જાય. જોકે ઇસુદાન ભાજપ કાર્યાલયમાં તોડફોડ કરવા આવ્યો હતો એવો કેસ કર્યો હોત તો મને વાંધો નહોતો, પણ આ ખોટી વાત છે.''
જામખંભાળીયા બેઠક પર ત્રિપાંખિયો જંગ
જામખંભાળિયામાં આ વખતે ત્રણેય બળીયા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. કોંગ્રેસે સીટિંગ ધારાસભ્ય વિક્રમ માડમને ફરી ટિકિટ આપી છે. જ્યારે ભાજપે પૂર્વ મંત્રી મુળુભાઈ બેરાને ટિકિટ આપી છે. તો આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીપદના દાવેદાર ઈસુદાન ગઢવીને અહીંથી મેદાનમાં ઉતાર્યા છે.