ગુજરાતમાં કઈ પાર્ટી સરકાર બનાવશે, ઓપિનિયન પોલ સર્વે શું કહે છે? જાણો


  • Published By :
  • Published Date : 2022-11-28 22:29:48

ભારતીય જનતા પાર્ટી (BJP)ગુજરાતમાં સતત સાતમી જીત મેળવીને ઈતિહાસ રચે તેવું ઓપિનિયન પોલમાં જાણવા મળે છે. 1 ડિસેમ્બરે રાજ્યના પ્રથમ તબક્કામાં મતદાન થાય તે પહેલાંના બે અંતિમ ઓપિનિયન પોલમાં જણાવવામાં આવ્યું છે. IndiaTV-Matrize અને ABP-CVoter Opinion Poll સોમવારે (28 નવેમ્બર) ના રોજ જાહેર થાય છે જેમા ભાજપ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માં 2017 માં વધુ સારો દેખાવ કરશે. 


IndiaTV-Matrize ઓપિનિયન પોલ


ઓપિનિયન પોલ અનુસાર, 182 સભ્યોની ગુજરાત વિધાનસભામાં ભાજપ 117 બેઠકો સાથે સરળતાથી બહુમતી મેળવી શકે છે, જ્યારે કોંગ્રેસ 59 , AAP 4 તથા અપક્ષ 2 બેઠકો જીતી શકે છે. ભાજપે 2017માં 99 જ્યારે કોંગ્રેસને 77 બેઠકો જીતી હતી. જ્યાં સુધી મતદાનની ટકાવારીની વાત છે ત્યાં સુધી ભાજપને 49.9 ટકા, કોંગ્રેસને 39.1 ટકા, AAPને 7.5 ટકા અને અન્યને 3.5 ટકા મતો મળી શકે છે.


સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો


કુલ 54 બેઠકોમાંથી 33 ભાજપ, કોંગ્રેસને 19, AAPને 2 બેઠકો મળવાની સંભાવના છે. ભાજપને 48% વોટ શેર, કોંગ્રેસને 40%વોટ શેર, AAPને 11% વોટ શેર વોટ મળવાની ધારણા છે. સૌરાષ્ટ્ર વિસ્તારનો 53 ટકા પછાત વર્ગ ભાજપને વોટ આપશે, 39 કોંગ્રેસને, 5 ટકા આપને પછાત વોટ મળશે. ભાજપને લેઉવા પટેલના  55 ટકા મતો મળશે. રાજ્યમાં સૌપ્રથમ વખત મત આપતા મતદારો પૈકીના 47 ટકા વોટર ભાજપને, 32 ટકા કોંગ્રેસના, 15 ટકા આપને મત આપશે.


મધ્યગુજરાત 54 ટકા વોટ શેર સાથે ભાજપને 43 બેઠકો આવશે, કોંગ્રેસને 17 સીટ આવશે, મધ્યગુજરાતમાં આપનું ખાતું નહીં ખુલે


દક્ષિણ ગુજરાતની ભાજપ 26, કોંગ્રેસ 6, આપ 2 સીટ, 50 ટકા વોટ ભાજપને જશે, 36 ટકા કોંગ્રેસ, 12 ટકા આપ, 2 ટકા અન્ય 


ઉત્તર ગુજરાતની 32 સીટમાંથી ભાજપ 15 અને કોંગ્રેસ 17 જીતે છે 


મુસ્લીમ 10 ટકા મુસ્લીમ ભાજપને વોટ આપશે, 60 ટકા કોંગ્રેસને વોટ આપશે, 25 આપ, અન્ય 5%


ABP-CVoter ઓપિનિયન પોલ 


ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને એબીપી સી વોટરે સર્વે કર્યો છે કે રાજ્યમાં કોની સરકાર બનશે અને કોને કેટલી બેઠકો મળશે. આ સર્વેમાં સામે આવ્યું છે કે વિક્રમી બેઠકની જીત સાથે ભાજપની સરકાર બનવાના સંકેત છે. 182માંથી ભારતીય જનતા પાર્ટીને 134થી 142 બેઠકો મળી શકે છે. કૉંગ્રેસને 28-36 બેઠકો મળવાની શક્યાતા છે. જ્યારે આમ આદમી પાર્ટીને 7-15 બેઠકો મળવાની શક્યતા છે. 


ભાજપ 2/3 બહુમતીથી જીતશે, 134થી 142 સીટ મેળવશે, 45.9 ટકા વોટ શેર  (3 ટકા વોટ શેર ઘટશે)

કોંગ્રેસ 28-36 સીટ મેળવશે,  26.9 વોટ શેર (14 ટકા વોટ શેર ઘટશે)

આપને 7-15 સીટ આવશે, 21.2 ટકા વો ટશેર


મધ્ય ગુજરાત- 45-49 સીટ ભાજપ, કોંગ્રેસ 10-14, (ટોટલ 61 મધ્યુગજરાતની સીટ છે) 

ઉત્તર ગુજરાત ગુજરાતની 32 સીટમાંથી ભાજપને 20-24 સીટ, કોંગ્રેસને 8-12 સીટ 

દક્ષિણ ગુજરાત- 27-31 સીટ ભાજપ, કોંગ્રેસ 8-12, (કુલ 35 વિધાનસભા છે)

સૌરાષ્ટ્ર કચ્છની 54 બેઠકોમાંથી ભાજપને 38-42, કોંગ્રેસ 4-8, આપને 7-9 સીટ



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?