ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે ઉમેદવારી નોંધાવવાનો આજે છેલ્લો દિવસ હતો. જો કે આ દિવસ ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારો ઉપરાંત આ ત્રણેય પાર્ટીઓના બળવાખોરો પણ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. તેમની પાર્ટીઓ ટિકિટ ન આપતા આ ઉમેદવારોએ પાર્ટી સામે ખુલ્લો બળવો કર્યો છે. બળવાખોરોથી ભાજપ અને કોંગ્રેસને સૌથી મોટો ફટકો પડ્યો છે. ભાજપના સૌથી વધુ ઉમેદવારો અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. આ તમામ બળવાખોરો રાજકીય પક્ષો માટે માથાનો દુખાવો બન્યા છે.