વિરમગામમાં હાર્દિક પટેલની મુશ્કેલી વધી, શહેરમાં વિરોધ કરતા પોસ્ટરો લગાવાતા રાજકારણ ગરમાયું


  • Published By :
  • Published Date : 2022-12-04 14:01:52

પાટીદાર આંદોલનના હિરો રહેલા હાર્દિક પટેલ હવે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. વિરમગામ સીટ પરથી વિધાનસભાની  ચૂંટણી રહેલા હાર્દિક પટેલને ભાજપે ટિકિટ આપી છે. જો કે તેમણે જ્યાંરથી ઉમેદવારી પત્ર ભર્યું તે સમયથી જ સ્થાનિક લોકો અને ખાસ કરીને પાટીદાર સમાજ તેમનો વિરોધ કરી રહ્યો છે. આજે પણ વિરમગામમાં ઠેર-ઠેર તેમની સામે પોસ્ટરો લગાવવામાં આવ્યા છે.


વિરમગામમાં 'હાર્દિક' સ્વાગત કેમ નહીં? 


વિરમગામમાં હાર્દિક પટેલનો સ્થાનિક લોકો તો ઠીક પણ ભાજપના કાર્યકરો પણ વિરોધ કરી રહ્યા છે. અગાઉ પણ હાર્દિકને ટિકિટ ન આપવા માટે સ્થાનિક સંગઠને ભાજપ હાઈકમાનને વિનંતી કરી હતી. હાર્દિક પટેલ સામે પાર્ટીમાં આંતરિક વિરોધ જોવા મળી રહ્યો છે. હવે જ્યારે આવતી કાલે મતદાન થવાનું છે ત્યારે જ હાર્દિક પટેલના વિરોધમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરોમાં 'શહીદોને ન્યાય નહીં ત્યાં સુધી હાર્દિકને વોટ નહીં', 'ટિકિટ માટે સમાજનો સોદો કરનારને વોટ નહીં' , 'જે લોહીનો ન થાય તે કોઈનો ન થાય', 'જે હાર્દિક સમાજનો ન થયો એ શું વિરમગામનો થશે ખરો?' જેવા લખાણ ખાસ સુચક છે. 


વિરમગામમાં ત્રિપાંખિયો જંગ


ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પહેલા વિરમગામમાં ફરી પાટીદાર અનામત આંદોલનનો મુદ્દો ઉછળતા રાજકારણ ગરમાયું છે. ભાજપે હાર્દિક પટેલને વિરમગામથી ઉમેદવાર બનાવ્યા છે, તો કોંગ્રેસે લાખાભાઈ ભરવાડને રિપીટ કર્યા છે જ્યારે આમ આદમી પાર્ટીએ અમરીશ ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. જો કે હવે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા હાર્દિક પટેલને વિરમગામ વિધાનસભાના લોકો કેટલા સ્વીકારે છે તે તો 8 તારીખે અટલે કે પરિણામના દિવસે જ ખબર પડશે. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...