હાર્દિક પટેલને હરાવવા PAAS મેદાને, પાટીદાર સમાજને ગુમરાહ કરવાનો લગાવ્યો આરોપ


  • Published By :
  • Published Date : 2022-11-29 17:31:07

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહેલા હાર્દિક પટેલને મુશ્કેલી વધી શકે છે. પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)ના સભ્ય નિલેશ એરવાડિયાએ  હાર્દિક પટેલ પર સમાજને ગુમરાહ કરવાનો આરોપ લગાવ્યો છે. તે ઉપરાંત તેમણે ભાજપ સિવાયની પાર્ટીમાંથી વિધાનસભાની ચૂંટણી લડતા PAASના તમામ સભ્યોને સમર્થનની પણ જાહેરાત કરી છે.


નિલેશ એરવાડિયાના હાર્દિક પર પ્રહાર 


PAASના સભ્ય નિલેશ એરવાડિયાએ હાર્દિક પટેલ પર આકરા શાબ્દિક પ્રહારો કરતા કહ્યું કે, હાર્દિક પટેલે OBCની મુખ્ય માગ અવગણી સમાજને ગુમરાહ કર્યો છે. આગામી દિવસોમાં PAASના કાર્યકર્તાઓ વિરમગામ જઈ હાર્દિકનો વિરોધ કરશે. હાર્દિક પટેલ સમાજને ગુમરાહ કરી ભાજપમાં જોડાયો છે. અમે કોર્ટના ધક્કા ખાઈ રહ્યા છીએ ત્યારે હાર્દિક મોજ કરી રહ્યો છે. હાર્દિકે કરોડોની સંપત્તિ બનાવી લીધી છે.  EWS હાર્દિકના કારણે નહીં પણ લાખો યુવાનોના લીધે મળ્યું છે. ભાજપ સિવાયની પાર્ટીમાંથી વિધાનસભાની ચૂંટણી લડતા PAASના તમામ સભ્યોને અમારું સમર્થન છે. ભાજપે પાટીદાર સમાજ સાથે અન્યાય કર્યો હોવાથી અમે તેનું સમર્થન કરતા નથી.


PAASની નવી ટીમ બનશે


પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)ના સભ્ય નિલેશ એરવાડિયાએ કહ્યું કે, PAASની નવી ટીમની રચના કરવામાં આવશે. અમારી નવી સમિતિ નવી સરકાર સાથે વાતચીત કરશે. નવી સરકાર માંગો નહીં સ્વીકારે તો ફરી આંદોલન થશે. OBCમાં સમાવવાની અમારી મુખ્ય માગ છે. આ ઉપરાંત આંદોલન સમયના કેસો પરત ખેંચવા અને મૃતકના પરિવારને નોકરી આપવી એ અમારી માંગ છે. અમે એવા લોકો ભેગાં થયા છીએ જેઓ રાજનીતિમાં નથી પરંતુ સમાજકારણમાં ચોક્કસ છીએ, હવે PASSમાં કોઈ નવો ચહેરો નહીં હોય. ભાજપે પાટીદાર સમાજ સાથે અન્યાય કર્યો હોવાથી અમે તેનું સમર્થન કરતા નથી. જો કે ભાજપ સિવાયની પાર્ટીમાંથી વિધાનસભાની ચૂંટણી લડતા PAASના તમામ સભ્યોને અમારું સમર્થન છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?