ગુજરાત ચૂંટણી 2022: ઉચ્ચ સાક્ષરતા દર ધરાવતી બેઠકો પર પણ ઓછા મતદાનનો રેકોર્ડ


  • Published By :
  • Published Date : 2022-12-07 20:33:43

વિધાનસભાની ચૂંટણી 2022માં મતદાન પ્રત્યે શહેરી ઉદાસીનતા સૌથી મોટી ચિંતાજનક બાબત રહી છે. કારણ કે રાજ્યની લગભગ 43% વસ્તી શહેરી વિસ્તારોમાં રહે છે. સાક્ષરતાની ટકાવારી સાથે મતદાનની પેટર્ન પર એક નજર કરીએ તો ચાર મુખ્ય શહેરીકૃત જિલ્લાઓ અને શહેરોમાં શહેરી મતદારોની ઉદાસીનતા ઉડીને આંખે વળગે તેવી બાબત છે.


85.3%ના દર સાથે રાજ્યમાં બીજા નંબરના સૌથી વધુ સાક્ષરતા દર ધરાવતા અમદાવાદ જિલ્લાની માત્ર 59% વસ્તીએ ચૂંટણી દરમિયાન મતદાન કર્યું હતું. સુરત જિલ્લો, 85. 53% સાથે ગુજરાતનો સૌથી વધુ સાક્ષર જિલ્લો છે જો કે ત્યાં પણ રાજ્યની સરેરાશ 64. 43% સામે સરેરાશ 62. 23% મતદાન થયું. રાજકોટ જિલ્લામાં પણ 60. 6% ઓછું મતદાન થયું હતું. જ્યારે તેનો સાક્ષરતા દર 80. 9% છે.


 ગુજરાતમાં 2017 ની સરખામણીમાં આ વર્ષે મતદાનમાં 4 ટકા પોઈન્ટનો એકંદરે ઘટાડો નોંધાયો છે. જો કે, મતદાનમાં સૌથી વધુ ઘટાડો આઠ મ્યુનિસિપલ કોર્પોરેશનો જેવી કે અમદાવાદ, વડોદરા, સુરત, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, જામનગર , અને જૂનાગઢ સહિતની શહેરી બેઠકોમાં જોવા મળ્યો છે. 


8 કોર્પોરેશનો બેઠકોમાં મતદાન


આ આઠ કોર્પોરેશનોમાં 45 મતવિસ્તાર છે, જેમાં 58. 97% મતદાન નોંધાયું છે. 2017ની સરખામણીમાં આ વખતે 6 ટકા પોઈન્ટ ઓછા અને 2012ની સરખામણીમાં લગભગ 10 ટકા પોઈન્ટ ઓછું મતદાન નોંધાયું છે. અમદાવાદની 16 વિધાનસભા મતવિસ્તારોમાં મતદાનમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો. શહેરી બેઠકોમાં, જેમાં નોંધપાત્ર શહેરી વસ્તી છે, ગયા સમયની સરખામણીમાં લગભગ 4. 5 ટકા પોઈન્ટ્સનો ઘટાડો નોંધવામાં આવ્યો હતો. આ 45 બેઠકો પર આ વખતે સરેરાશ 65. 57% મતદાન થયું છે. જો કે, ગ્રામીણ ગુજરાતમાં મતદાનની ટકાવારી 66. 74 હતી, જે 2017 કરતાં માત્ર 2. 96 ટકા ઓછી હતી.


શહેરી શિક્ષિતો નેતાઓથી નિરાશ?


રાજ્યની આઠ કોર્પોરેશનોની 45 બેઠકો પર લોકોમાં મતદાનને લઈ ઘોર નિરાશા અંગે રાજકીય વિશ્લેષકો અને નેતાઓ પણ ચિંતિત છે. શહેરી મતદારો આટલા શિક્ષિત હોવા છતાં પણ શા માટે મતદાન કરવા બહાર નિકળતા નથી તે ચિંતાનો વિષય બન્યો છે. શિક્ષિત મતદારો તેમની રોજીંદી સમસ્યાઓ જેવી કે મોંઘવારી, બેરોજગારી, ખરાબ રસ્તા, શિક્ષણ ફીમાં વધારો, વધતા કરવેરા સહિતની સમસ્યાઓ માટે સત્તા પક્ષના રાજકારણીઓને જવાબદાર માને છે. જો કે રાજ્યમાં એક જ પક્ષની સરકાર છેલ્લા 27 વર્ષથી શાસનમાં છે પણ મતદારો સંતુષ્ટ નથી વળી તેમને કોઈ યોગ્ય વૈકલ્પિક પક્ષ પણ ન જણાતા તેઓ ઉદાસીન રહ્યા છે. રાજકીય નિષ્ણાતો પણ બાબત તરફ ઈશારો કરે છે જેમ કે એક અગ્રણી વિષ્લેષકના જણાવ્યા પ્રમાણે "આ વખતે, મતદારોનો મોટો વર્ગ કે જેઓ લોકપ્રિય પક્ષને મત આપવા માંગતો ન હતા તેઓ જો કે વૈકલ્પિક પક્ષને પણ મત આપવા માંગતા ન હતા તેથી આ વખતે ઓછું મતદાન થતું જોવા મળ્યું છે."



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?