ઘટતા મતદાને ચિંતા વધારી, શહેરી મતદારો આટલા ઉદાસીન શા માટે? જાણો


  • Published By :
  • Published Date : 2022-12-04 17:50:33

રાજકીય પક્ષો અને ચૂંટણી પંચ એક બાબતથી ખુબ ચિંતિત છે કે ગુજરાત હોય કે હિમાચલ પણ દેશના શહેરી વિસ્તારોમાં મતદાન ઘટી રહ્યું છે. લોકોને જાણે મતદાનમાં રસ જ રહ્યો નથી. રાજકીય પક્ષો અને તેના નેતાઓ પ્રત્યે એક પ્રકારની ઘૃણા લોકોમાં જોવા મળી રહી છે. ગુજરાતમાં શહેરી ઉદાસીનતા હિમાચલ પ્રદેશમાં જોવા મળેલા વલણની યાદ અપાવે છે, હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરે મતદાન થયું હતું. તેના શહેરી શિમલા વિધાનસભા મતવિસ્તારમાં રાજ્યની સરેરાશ 75.6%ની સરખામણીમાં સૌથી ઓછું 62.5% મતદાન નોંધાયું છે.


ગુજરાતના શહેરી વિસ્તારોમાં મતદાન ઘટ્યું


1 ડિસેમ્બરે ગુજરાતના શહેરી 26 મતવિસ્તારોની યાદીમાં એક પણ શહેરી વિધાનસભા મતવિસ્તારનો આંકડો નથી કે જ્યાં 63.3% થી વધુ મતદાન નોંધાયું હોય. જેમ  કે સુરત, રાજકોટ અને જામનગર - ગુજરાતના તમામ શહેરોમાં રાજ્યની સરેરાશ 63.3% કરતાં ઓછી મતદાન ટકાવારી નોંધાઈ છે. દસ જિલ્લાઓમાં 60 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું, જ્યારે અન્ય છ જિલ્લામાં 60 ટકાથી ઓછું મતદાન થયું હતું. ચૂંટણી પંચે પણ ગ્રામીણ અને શહેરી મતદાનમાં તફાવતને પણ પ્રકાશિત કર્યો છે. જેમ કે “ગ્રામીણ અને શહેરી મતવિસ્તારો વચ્ચે મતદાનના મતદાનમાં સ્પષ્ટ તફાવત છે. નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ગ્રામીણ મતવિસ્તારમાં સરખામણી કરીએ તો મતદાર મતદાનનું અંતર 34.85% જેટલું પહોળું છે,જેમ કે ડેડિયાપાડામાં 82.71% નોંધાયું તો કચ્છ જિલ્લાના શહેરી ગાંધીધામમાં 47.86% મતદાન થયું હતું. તેનો મતલબ એ કે શહેરી વિસ્તારોમાં સરેરાશ મતદાન ગ્રામીણ મતવિસ્તારના મતદાન કરતાં ઓછું થયું છે.”


શહેરી બેઠકો પર કેટલું ઘટ્યું મતદાન?


વિધાનસભા સીટ   2017નું મતદાન      2022નું મતદાન


ગાંધીધામ                54.20 ટકા              47.86 ટકા


રાજકોટ પૂર્વ             66.98                        62.20

 

રાજકોટ પશ્ચિમ        67.68                         57.12


રાજકોટ દક્ષિણ       64.28                          58.99


જામનગર દક્ષિણ     63.96                          57.27


જામનગર ઉત્તર        64.61                          57.82

 

જૂનાગઢ                 59.53                         55.82


સુરત ઉત્તર             63.96                         59.24


વરાછા રોડ           62.95                         56.38


કરંજ                    55.91                         50.54


લિંબાયત              65.51                        58.53


ઉધના                  60.66                        54.87


મજુરા                  61.96                        58.07


સુરત પશ્ચિમ         67.37                        62.92


ચોર્યાસી               61.10                       56.86



શા માટે ઘટી રહ્યું છે મતદાન


દેશના શહેરી વિસ્તારોમાં મતદાન ઘટવાનું કારણ લોકોમાં રાજકારણીઓ પ્રત્યેની નફરતને માનવામાં આવે છે. મતદારો તમામ પાર્ટીઓના નેતાઓથી નિરાશ છે, તેમની મુળભુત જરૂરીયાતો સંતોષાતી નથી, તે ઉપરાંત મોંઘવારી, બેરોજગારી, શિક્ષણ સહિતના સળગતા સવાલોનું  કોઈ સમાધાન જોવા ન મળતા આજનો મતદાર ઘોર નિરાશ છે જેના કારણે તે મતદાન કરવાનું ટાળી રહ્યો છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?