ન ભૂતો ન ભવિષ્યતિ: 156 બેઠકો સાથે ભાજપની પ્રચંડ જીત, વિધાનસભામાં વિરોધ પક્ષના ફાફાં


  • Published By :
  • Published Date : 2022-12-08 19:13:52

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે. ભાજપે અત્યાર સુધીના તમામ વિક્રમ તોડી નાંખ્યા છે. ભાજપે 156 બેઠકો સાથે ઐતિહાસિક જીત મેળવી છે. 15મી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પોતાનો 20 વર્ષનો અને કોંગ્રેસના તત્કાલિન મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો 37 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ભાજપની ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકારે કોંગ્રેસનો 1985માં રચાયેલા 149 સીટનો રેકોર્ડ  તોડી નાખ્યો છે. તે જ પ્રકારે નરેન્દ્ર મોદીનો 2002માં 127 બેઠકોનો રેકોર્ડ પણ આ વખતે તુટ્યો છે. ગુજરાતમાં ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જાદુ જોવા મળ્યો છે. 


કોંગ્રેસના સુપડા સાફ


વિધાનસભાની ચૂંટણીમાં સૌથી મોટો ફટકો કોંગ્રેસને પડ્યો છે. વર્ષ 2017માં 77 સીટો મેળવનારી કોંગ્રેસે આ વખતે માત્ર 17 સીટથી સંતોષ માનવો પડ્યો છે. કોંગ્રેસના અનેક  દિગ્ગજો ચૂંટણી હારી ગયા છે. અમરીશ ડેર, લલિત વસોયા, લલિત કગથરા, ગ્યાસુદ્દીન શેખ સહિતના અગ્રણી નેતાઓ ચૂંટણી હારી ગયા છે. કોંગ્રેસની હાર એટલી મોટી છે કે હવે ભવિષ્યમાં ઉભી થઈ શકશે કે કેમ તે પણ એક સવાલ છે. 


આપના ગાજ્યા મેઘ વરસ્યા નહીં


ગુજરાતમાં આમ આદમી પાર્ટી મોટી જીત મેળવશે તેવો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો. જો કે આપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈસુદાન ગઢવી અને પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા,અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા, રામ ધડુક, મનોજ સોરઠિયા સહિતના અગ્રણી નેતાઓનો કારમો પરાજય થયો છે. આપના નેતાઓએ રાજ્યમાં જોરદાર પ્રયાર અભિયાન ચલાવ્યું હતું. આપના કન્વિનર અરવિંદ કેજરીવાલે પણ રાજ્યમાં રોડ શો તથા ચૂટણી રેલીઓ સંબોધીને મતદારોને રિઝવવાના પ્રયાસો કર્યા હતા. જો કે આપના જાણીતા ચહેરા સિવાયના અન્ય ઉમેદવારો જેવા કે ડેડિયાપાડાન આપના ઉમેદવાર ચૈતર વસાવા સહિતના પાંચ નેતાઓની જીત થઈ છે.


યુવા નેતાઓની વિધાનસભામાં એન્ટ્રી


આ વખતે વિધાન સભામાં કેટલાક યુવા નેતાઓની પણ એન્ટ્રી થઈ છે. જેમ કે વિરમગામ સીટ પરથી હાર્દિક પટેલ, વડગામ સીટ પરથી જિજ્ઞેશ મેવાણી અને ગાંધીનગર દક્ષિણ પરથી અલ્પેશ ઠાકોરની જીત થઈ છે. આ ત્રણેય નેતાઓ અનામત આંદોલન વખતે ચમક્યા હતા અને તેમની જાતિમાં લોકપ્રિય બન્યા હતા. તે ઉપરાંત મહિલાઓમાં ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાએ પણ જીત મેળવી છે. તે જ રીતે ગ્રામ સેવકની નોકરી છોડીને રાજકારણમાં આવેલા આપના ચૈતર વસાવાએ પણ ભવ્ય જીત મેળવી છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?