ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા તમામ રાજકીય પક્ષોએ નેતાઓનો ભરતી મેળો શરૂ કર્યો છે. કોંગ્રેસના અનેક ધારાસભ્યો અને પદાધિકારીઓ ભાજપ અને આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. જો કે કોંગ્રેસે આજે માસ્ટર સ્ટ્રોક મારીને રાજકીય સમીકરણો બદલી નાખ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાતના અગ્રણી ક્ષત્રીય નેતા શંકરસિંહ વાઘેલાના પુત્ર અને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા ફરીથી એકવાર કોંગ્રેસમાં જોડાઇ ગયા છે. મહેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસ કાર્યલય પહોંચી પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની હાજરીમાં વિધિવત રીતે કોંગ્રેસમાંજોડાઇ ગયા છે.
મહેન્દ્ર સિંહ વાઘેલાની કોંગ્રેસમાં એન્ટ્રી#jamawat @ShankersinhBapu @INCGujarat @INCIndia #Gujarat #mahendrasinhvaghela #GujaratElections2022 pic.twitter.com/S9yMC7vJls
— Jamawat (@Jamawat3) October 28, 2022
મહેન્દ્રસિંહ વાઘેલાએ ફરી કોંગ્રેસમાં એન્ટ્રી કરી
મહેન્દ્ર સિંહ વાઘેલાની કોંગ્રેસમાં એન્ટ્રી#jamawat @ShankersinhBapu @INCGujarat @INCIndia #Gujarat #mahendrasinhvaghela #GujaratElections2022 pic.twitter.com/S9yMC7vJls
— Jamawat (@Jamawat3) October 28, 2022પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા ફરી એકવાર કોંગ્રેસમાં જોડાઇ ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મહેન્દ્રસિંહ વાઘેલા પહેલા કોંગ્રેસમાં હતા અને વર્ષ 2012થી 2017 સુધી બાયડ વિધાનસભાના ધારાસભ્ય રહ્યાં હતા. પરંતુ બાદમાં ભાજપ સાથે જોડાઇ ગયા હતા, જોકે રાજ્યસભાની ચૂંટણીના સમયે તેમને ફરીથી પાછુ ભાજપમાંથી રાજીનામું ધરી દીધુ હતુ, અને નિષ્ક્રિય થઇ ગયા હતા. હવે વિધાનસભાની ચૂંટણી સામે છે ત્યારે ફરી રાજકારાણમાં સક્રિય થઇ રહ્યા છે.
શું મહેન્દ્રસિંહ વાઘેલા ચૂંટણી લડશે?
કોંગ્રેસમાં જોડાતા જ મહેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા, તેમણે નફરતની રાજનીતિ ખતમ કરવા સૌએ સાથે મળીને કામ કરવું પડશે. ત્યારે મેં જગદીશભાઈ સામે પ્રસ્તાવ મૂક્યો કે મારે ફરીથી કોંગ્રેસમાં કામ કરવું છે. અમે લગભગ 15 વર્ષ સાથે કામ કર્યું છે. આગામી સમયમાં મારી ભૂમિકા જગદીશભાઈ અને ગુજરાતની ટીમ કહેશે એ રીતે હું કામ કરીશ. મારે ચૂંટણી લડવી કે નહીં તે અંગે પ્રદેશ કમિટી નક્કી કરશે. હું ભાજપમાં જોડાયો પછી એકપણ દિવસ કોઈ કાર્યક્રમમાં ગયો હોય તો બતાવો, પ્રદેશ ઓફિસ ગયો હોય તો બતાવો. મારું મન અહીંયા હતું, મારું મન ન માન્યું કે મારે ભાજપમાં વધારે કામ કરવું જોઈએ એટલે તરત જ મેં છોડી દીધું.