ગાંધીનગર દક્ષિણ, રાધનપુર..,, ક્યાં ક્યાંથી લડવા માગે છે અલ્પેશ ઠાકોર?


  • Published By :
  • Published Date : 2022-11-09 16:46:40

ઠાકોર સમાજના દિગ્ગજ નેતા અલ્પેશ ઠાકોર કઈ સીટ પરથી વિધાનસભાની ચૂંટણી લડશે તે અંગે હજું અસ્પષ્ટતા પ્રવર્તે છે, અલ્પેશ રાધનપુર કે ગાંધીનગર દક્ષિણ બેઠક પર ટિકિટ માટે પોતાની દાવેદારી નોંધાવી શકે છે. જો કે રાધનપુર અને ગાંધીનગર દક્ષિણ બેઠકને લઈ સ્થાનિક નેતાની માગણી બુલંદ બની છે. ગાંધીનગર દક્ષિણ વિસ્તારમાં તો સ્થાનિકો આયાતી ઉમૈદવારનો વિરોધ કરી રહ્યા છે. આજે અલ્પેશ ઠાકોરના વિરોધમાં અનેક સ્થાનોએ હોર્ડિગ્સ લાગેલા જોવા મળ્યા હતા.


અલ્પેશ ઠાકોર કઈ સીટ પરથી મેદાનમાં ઉતરશે?


ગુજરાતમાં ભાજપની ગૌરવ યાત્રા શરૂ થઈ ત્યારથી જ અલ્પેશ ઠાકોર ક્યાંથી ચૂંટણી લડશે તેને લઈને સસ્પેન્સ યથાવત છે, એવામાં જો અલ્પેશ પોતાની સીટ બદલીને ગાંધીનગર આવે તો ચૂંટણી પહેલા મોટી ઉથલપાથલ ગણી શકાય. નોંધનીય છે કે રાધનપુર બેઠક પરથી અલ્પેશ ઠાકોર ટિકિટ માંગી શકે તેવી ચર્ચાઓ પહેલેથી જ હતી, રાધનપુર એ જ બેઠક છે જેના પર અગાઉ પેટા ચૂંટણીમાં તેમને પરાજયનો સામનો કરવો પડ્યો હતો રાધનપુરમાં પણ અલ્પેશ ઠાકોર સામે વિરોધ છે. પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર તેમનો વિરોધ કરી રહ્યા છે. લવિંગજીએ તો સમીમાં ઠાકોર સમેલન યોજી શક્તિપ્રદર્શન પણ કર્યું હતું. 


ગાંધીનગર દક્ષિણ વિસ્તારમાં અલ્પેશ સામે લાગ્યા બેનર


આજે ગાંધીગર દક્ષિણ વિધાનસભા વિસ્તારમાં અલ્પેશ ઠાકોર સામે ઠેર-ઠેર હોર્ડિગ લાગ્યા છે. જેમાં તેમને આયાતી ઉમેદવાર ગણાવી આ સીટ પરથી ચૂંટણી ન લડવા કહેવામાં આવ્યું છે. અને જો તે લડશે તો તેમણે લીલા તોરણે પાછા જવું પડશે તેવી ચિમકી પણ આપવામાં આવી છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?