ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ અટકળોનું બજાર ગરમ છે. હિમાચલ પ્રદેશની ચૂંટણી જાહેર થઈ ત્યારથી રાજ્યના લોકો અને રાજકીય પક્ષો વિધાનસભાની ચૂંટણીની જાહેરાતની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. જો કે આજે એટલે કે બુધવાર સાંજ સુધીમાં ચૂંટણી જાહેર થાય તેવું માનવામાં આવી રહ્યું છે.
મોરબી બિજ દુર્ઘટનાના કારણે જાહેરાતમાં વિલંબ
રાજ્યમાં ઘણા સમયથી વિધાનસભાની ચૂંટણીને લઈ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો કે સમગ્ર ગુજરાતમાં હડકંપ મચાવી દેનારી મોરબી બ્રિજ દુર્ઘટનાના કારણે ચૂંટણી મોડી થઈ હોવાનું મનાય છે. અત્રે ઉલ્લેખનિય છે કે ચૂંટણીની જાહેરાતમાં વિલંબ થવાને લઈ કોંગ્રેસે પણ ચૂંટણી પંચ પર આરોપ લગાવ્યા હતા. કોંગ્રેસનો આક્ષેપ હતો કે ચૂંટણી પંચ ભાજપના ઈશારે કામ કરી રહ્યું છે. જો કે હવે વિશ્વસનિય સુત્રો દ્વારા મળતી માહિતી મુંજબ આજે ચૂંટણી પંચ વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી શકે છે. એવું માનવામાં આવે છે કે આ વખતે પણ વર્ષ 2017ની જેમ બે તબક્કામાં ચૂંટણી યોજાશે, જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 30 નવેમ્બર અથવા 1 ડિસેમ્બરે યોજાશે તેવું કહેવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત બીજા તબક્કાનું મતદાન 4 અથવા 5 ડિસેમ્બરે થઈ શકે છે.