ગુજરાત ચૂંટણીના પ્રથમ તબક્કામાં 211 'કરોડપતિ' મેદાને; 79 ઉમેદવારો સાથે ભાજપ ટોપ પર


  • Published By :
  • Published Date : 2022-11-25 17:58:53

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર લડતા 788 ઉમેદવારોમાંથી 211 'કરોડપતિ' છે, સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) પાસે આવા 79 ઉમેદવારો છે, એમ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) એ એક રિપોર્ટમાં જણાવ્યું છે. કે ચૂંટણી મેદાનમાં ઉતરેલા કુલ ઉમેદવારોમાંથી 27% પાસે 1 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે.


ભાજપના 79 કરોડપતિઓ


ભાજપ આ તમામ 89 બેઠકો પર ચૂંટણી લડી રહી છે, તેના 79 ઉમેદવારો અથવા 89% ઉમેદવારો એવા છે કે જેમની સંપત્તિ 1 કરોડથી વધુ છે, ત્યારબાદ વિપક્ષ કોંગ્રેસ  65 ઉમેદવારો સાથે 73% પર અને આમ આદમી પાર્ટી (AAP) ઉમેદવારો સાથે 38 ઉમેદવાર સાથે 33% ટકા ઉમેદવારો કરોડપતિ છે. પ્રથમ તબક્કામાં AAP 88 સીટો પર ચૂંટણી લડી રહી છે.


આ છે પ્રથમ તબક્કાના કરોડપતિ ઉમેદવારો


રમેશ ટીલાળા-ભાજપ-રાજકોટ દક્ષિણ-રૂ. 175 કરોડ
ઈન્દ્રનીલ રાજ્યગુરુ-કોંગ્રેસ-રાજકોટ પૂર્વ-રૂ. 162 કરોડ
જવાહર ચાવડા-ભાજપ-માણાવદર બેઠક- રૂ. 130 કરોડ
પબુભા માણેક-ભાજપ- દ્વારકા બેઠક રૂ. 115  કરોડ
રીવાબા જાડેજા-ભાજપ-જામનગર-ઉત્તર-રૂ. 97 કરોડ
કનુ દેસાઈ-ભાજપ-પારડી- રૂ. 10 કરોડ 


સૌથી ગરીબ ઉમેદવારો

   

સૌથી ઓછી સંપત્તિ ધરાવતા ઉમેદવારોમાં રાજકોટ પશ્ચિમમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા ભૂપેન્દ્ર પટોળિય છે જેમણે એફિડેવીટમાં તેમની સંપત્તી શૂન્ય દર્શાવી છે. તે ઉપરાંત વ્યારા સીટ માટે બહુજન સમાજ પાર્ટી (BSP)ના ઉમેદવાર રાકેશ ગામીતનો નંબર આવે છે, તેમણે રૂ. 1,000ની સંપત્તિ જાહેર કરી છે. વ્યારા અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામત બેઠક છે. ત્યાર બાદ ભાવનગર પશ્ચિમના જયાબેન બોરીચાએ રૂ. 3,000 અને સુરત પૂર્વના સમીર શેખે રૂ. 6,500ની સંપત્તિ જાહેર કરી છે. 


કેટલું ભણેલા છે ઉમેદવારો?


જ્યાં સુધી ઉમેદવારોના શિક્ષણનો સંબંધ છે, ત્યાં સુધી 492  ઉમેદવારો એવા છે, જેમણે ધોરણ 5 અને 12 ની વચ્ચે અભ્યાસ કર્યો છે, જ્યારે 185 ઉમેદવારોએ સ્નાતક અને તેથી વધુ અભ્યાસ કર્યો છે, 21 ડિપ્લોમાં ધારક તથા 57 જેટલા ઉમેદવારો સાક્ષર છે, જ્યારે અન્ય 37 ઉમેદવારો અભણ છે. ADRના રિપોર્ટ પ્રમાણે અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાતમાં નિરક્ષરો ઉમેદવારોની સંખ્યા ઘણી વધારે છે. 


719 પુરૂષો અને 69 મહિલા ઉમેદવારો


ADRના રિપોર્ટ પ્રમાણે 277 અથવા 35% જેટલા ઉમેદવારો 25 થી 40 વય જૂથના છે, જ્યારે 431 અથવા 55% ઉમેદવારો કે જે 41 થી 60 વર્ષની વયના છે. અન્ય 79 ઉમેદવારો 61 થી 80 વર્ષની વય જૂથમાં છે અને એક ઉમેદવારની ઉંમર 80 વર્ષથી વધુ છે, ચૂંટણીના પ્રથમ તબક્કામાં 719 પુરૂષો અને 69 મહિલા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?