પ્રથમ તબક્કામાં ઓછા મતદાને ચિંતા વધારી છે ત્યારે CR પાટીલે આપ્યું આ નિવેદન


  • Published By :
  • Published Date : 2022-12-03 21:42:10


ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન તો પૂર્ણ થઈ ગયું પણ ઓછા મતદાને ચિંતા વધારી છે. રાજકીય પક્ષોના નેતાઓ અને ચૂંટણી વિષ્લેષકો પણ ઓછા મતદાનથી કોને લાભ અને નુકસાન થશે તે અંગે વિષ્લેષણ કરવા લાગ્યા છે. જો કે આ વચ્ચે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના નિવેદને ખાસ્સી ચર્ચા જગાવી છે.


સી આર પાટીલે શું કહ્યું?


પ્રથમ તબક્કામાં થયેવા મતદાન અંગે પાટીલે કહ્યું કે પહેલા તબક્કામાં જે કુલ મતદાન થયું તે 1 કરોડ 51 લાખ મતદાન નોંધાયું છે. 2017માં પણ આ જ 89 બેઠકો પર 1 કરોડ 41 લાખ મતદાન નોંધાયું હતું. જેથી 10 લાખ મત વધુ પડ્યા છે પરંતુ ટકાવારી પ્રમાણે ભલે ઓછું દેખાય છે. નવા મતદારો જોડાયા છે. તેથી મતદાન ઓછું દેખાયું છે. પેજ સમિતિઓ અંગે પાટીલે કહ્યું કે  તેમણે સારી કામગીરી કરી છે અને તેમનું કામ છે ભાજપ તરફેણમાં વધુ મતદાન કરાવવાનું જે તેમણે સારી રીતે પાર પાડ્યું છે. 


બળવાખોરોને ચીમકી


બળવાખોરોને આડે હાથ લેતા પાટીલે કહ્યું કે, અમે અને અમારી પાર્ટી શિસ્તની બાબતમાં ચલાવી લે તેમ નથી એટલે સામે ગયેલા કોઈ પણને ફરીથી ભાજપમાં લઈશું નહીં. વધુમાં તેમણે જણાવ્યું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિરોધમાં ગયા અને જીત્યા તો પણ પક્ષમાં નથી લીધા અને આ લોકોનું અશિસ્ત ચલાવી લેવામાં નહીં આવે. તેમણે બળવાખોર નેતાઓને લઈ જણાવ્યું કે, તેવા લોકો પર તાત્કાલિક પગલા લીધા છે અને જે લોકો જીતશે તો પણ પરત લઇશું નહીં તેમણે કહ્યું કે, 4થી 5 લોકોએ ઉમેદવારી કરી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?