ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે કોંગેસના નેતાઓ રાજ્યના વિવિધ ભાગોમાં પ્રચાર કરી રહ્યા છે. કોંગ્રેસાના દિગ્ગજ નેતા અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત બનાસકાંઠાના અમીરગઢની મુલાકાતે પહોંચ્યા હતા. અશોક ગેહલોતે આ વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કર્યા બાદ એક પ્રેસ કોંન્ફ્રન્સને સંબોધી હતી.
કોંગ્રેસ 8 તારીખે કોંગ્રેસ મેનિફેસ્ટો જાહેર કરશે
અમીરગઢમાં અશોક ગહેલોતે કોંગ્રેસના ચૂંટણી મેનિફેસ્ટોને લઈ મહત્વની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે ગુજરાત વિધાન સભા ચૂંટણીનો મેનિફેસ્ટો 8 નવેમ્બરે જાહેર કરવામાં આવશે. અશોક ગેહલોતે જણાવ્યું કે જો આ વખતે કોંગ્રેસની સરકાર બનશે તો રાજસ્થાન જેવી યોજનાઓ ગુજરાતમાં લાગુ કરવામાં આવશે. આ સાથે જ ગુજરાતમાં કોંગ્રેસ 500 રૂપિયામાં ગેસનો બાટલો આપશે અને તમામ લોકોનો ઈલાજ ફ્રી કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. અશોક ગેહલોતની સાથે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને દાતા ધારાસભ્ય કાંતિ ખરાડી સહિત કોંગ્રેસના આગેવાનો પણ હાજર રહ્યા હતા. રાજસ્થાનમાં સરકારી કર્મચારીઓની જેમ ગુજરાતનાં સરકારી કર્મચારીઓને પણ જુની પેન્સન યોજનાનો લાભ આપવામાં આવશે તેવું વચન આપ્યું હતું.