Gujarat Assembly Election 2022: કોંગ્રેસનું ભાજપ સરકાર પર તહોમતનામું, મોરબી દુર્ઘટના, લઠ્ઠાકાંડ, કોવિડ મૃત્યઆંક મુદ્દે કર્યા પ્રહારો


  • Published By :
  • Published Date : 2022-11-06 14:32:59


ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો મારો શરૂ થઈ ગયો છે. આજે કોંગ્રેસના અગ્રણી નેતા ભરતસિંહ સોલંકીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને  ભાજપ સામે આકરા પ્રહારો કર્યા હતા. ભરતસિંહે ભાજપ સામે આરોપનામું રજુ કરતા સવાલોનો મારો ચલાવ્યો હતો. તેમણે ભાજપ પર લોકોને ગરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો.


ભરત સિંહ સોલંકીએ શું કહ્યું?


ભરતસિંહે ભાજપ સામે કૉંગ્રેસ વિવિધ મુદ્દાઓનું આરોપનામું રજૂ કર્યું  હતું. મિશન 2022ના પ્રચારના ભાગરૂપે પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ પ્રજા સમક્ષ ભાજપ સામેનું આરોપનામું રજૂ કર્યું હતું. પ્રેસ કોન્ફરન્સ સંબોધતા ભરતસિંહ સોલંકીએ કહ્યું જ્યારે એક એન્જિન બંધ પડે છે ત્યારે બીજું એન્જિન લગાડવાની જરૂર પડે છે ભાજપનું ગુજરાત એન્જિન ફેલ ગયું છે. ડબલ એન્જિન પૈકી એક એન્જિન ફેલ ગયું એટલે વિજયભાઈને બદલ્યા હતા. તેમણે કહ્યું કે ભાજપ સરકાર સામેનું આરોપનામું અમે પ્રજા સમક્ષ મૂકીએ છીએ. તેમણે પ્રજાના આશીર્વાદથી રાજ્યમાં કૉંગ્રેસની સરકાર બનશે તેવો દ્રઢ આત્મવિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. મોરબી દુર્ઘટના, કથિત લઠ્ઠાકાંડ, કોવિડ મિસ મેનેજમેન્ટ, શિક્ષણ, બેરોજગારી સહિતના મુદ્દાઓનો આરોપનામામાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ભરતસિંહ સોલંકીએ કહ્યું હતું કે ભાજપ ચૂંટણીમાં તમામ પ્રકારના હથકંડા અજમાવશે પરંતુ અમે લોકોના મુદ્દાની વાત કરીએ છીએ.  


ભાજપ સરકાર પર કોંગ્રેસનું તહોમતનામું


1-કૉંગ્રેસના શાસનમાં જીડીપી 18થી 23 ટકા હતો. કૉંગ્રેસના શાસનમાં ઉદ્યોગોમાં પણ ગુજરાત આગળ હતું.

2-આરોગ્ય, શિક્ષણમાં કૉંગ્રેસના શાસનમાં ગુજરાત આગળ હતુ. 

3- વર્ષ 2020-21માં ગુજરાતે 1.35 ટકાનો નકારાત્મક વૃધ્ધી દર નોંધાવ્યો હતો

4-ગુજરાતમાં આજે પણ 31.5 લાખ કરતા વધુ લોકો ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે

5-મોંઘવારીએ લોકોની હાડમારી વધારી પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને વટાવી ગયો, સરકારે એક્સાઈઝ ડ્યુટી વધારતા આ સ્થિતી સર્જાઈ છે.

8- છેલ્લા એક વર્ષમાં ફળો અને શાકબાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. સિંગતેલના ડબ્બાનો ભાવ ત્રણ હજારને પાર થઈ ગયો.

9-એલપીજી સબસિડી નાબૂદ કરાઈ તેથી ગેસ સિલિન્ડરનો ભાવ 1060 રૂપિયાએ પહોંચ્યો છે.

10-વીજળીના દરમાં બેફામ વધારો થયો , સરકારે સરચાર્જ વઘારતા આ સ્થિતી સર્જાઈ છે.   

11- પ્લેટફોર્મનો ચાર્જ પ રૂપિયાથી વધીને આજે 50 રૂપિયાએ પહોંચ્યો છે.

12- માર્ચ 2022નાં અંત સુધીમાં ગુજરાત રાજ્યનું દેવું 4,00,000 કરોડ રૂપિયાને વટાવી ગયું છે. 

13- છેલ્લા 15 વર્ષમાં રાજ્યના દેવાની રકમ ત્રણ ગણી વધી છે.

14- ગુજરાતની 6.4 કરોડની વસ્તી પ્રમાણે માથાદીઠ 63,000 હજારનું જંગી દેવું 

15-કેગની ચેતવણી છે કે સરકાર આડેધડ કરજ લઈ રહી છે, રાજ્ય જંગી કરજની જાળમાં ફસાઈ જશે

16- કેગના રિપોર્ટ પ્રમાણે દેવામાં 11.49 ટકાનો વધારો થયો.

17-રાજ્યમાં 3.64 લાખ નોંધાયેલા  શિક્ષિત બેકારો છે. 

18- સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી પ્રમાણે રાજ્યમાં બેરોજગારી દર 12.19 છે.

19- રાજ્યના વિવિધ વિભાગોમાં સરકારે પ્રતિ 1 હજાર અરજીઓ સામે માત્ર ત્રણ લોકોને નોકરી આપી છે.

20- સરકાર  વિવિધ સરકારી પરીક્ષાઓ કરાવવામાં નિષ્ફળ રહી છે. 

21- ઉદ્યોગપતિઓને પાણીના ભાવે જમીનની ફાળવણી કરી છે. અદાણી જુથને ભાજપ સરકારે પ્રતિ ચો.મીના માત્ર 1 રૂપિયો અને રૂ. 32ના ભાવે જમીનની લ્હાણી કરી છે.


22- ભાજપે તેના નજીકના ટોચના ઉદ્યોગપતિઓની લોન માંડવાણ  કરી. 

23- રાજ્યમાં ભાજપના સરકાર દરમિયાન ભ્ર્ષ્ટાચાર વધ્યો પણ લાંચ-રૂશ્વત વિરોધી બ્યૂરો કામગીરી કરવામાં નિષ્ફળ રહ્યો.

24-વર્ષ 2021-22માં મોટા પ્રોજેક્ટ સ્થાપવાનો દર ઘટીને 11.9 ટકા થઈ ગયો હતો.

25-કોરોના કાળમાં રાજ્યમાં વાયરસથી થયેલા મૃત્યુંનો સાચો આંકડો છુપાવ્યો હતો. કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે સરકારે 61 હજાર કરતા પણ વધુ મોત છુપાવ્યા હતા.રાજ્યની ભાજપ સરકારે મૃત્યુ પામેલા લોકોને પુરતું વળતર આપવાનો પણ ઈન્કાર કર્યો હતો. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?