ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: કોંગ્રેસે 43 ઉમેદવારોના નામની જાહેરાત કરી,જાણો CM ભુપેન્દ્ર પટેલની સીટ ઘાટલોડિયા પરથી કોંગ્રેસે કોને આપી ટિકિટ


  • Published By :
  • Published Date : 2022-11-05 08:50:55

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 માટે કોંગ્રેસે પ્રથમ યાદી જાહેર કરી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સીટ ઘાટલોડિયા પરથી કોંગ્રેસે અમીબેન યાજ્ઞિકને ટિકિટ આપી

India needs a fighting-fit Opposition. Can Congress (at least now) step up  to the job?

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 માટે કોંગ્રેસે પ્રથમ યાદી જાહેર કરી છે. પ્રથમ યાદીમાં કોંગ્રેસે 43 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સીટ ઘાટલોડિયા પરથી કોંગ્રેસે અમીબેન યાજ્ઞિકને ટિકિટ આપી છે,પોરબંદરથી અર્જુન મોઢવાડિયા,કુતિયાણાથી નાથા ઓડેદરા,જસદણમાં પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ,અને મહુવાથી કનુ કળસરીયાને ટિકિટ આપવામાં આવી છે.



કોંગ્રેસ કેન્દ્રીય ચૂંટણી સમિતિએ નવી દિલ્હીમાં એઆઈસીસી મુખ્યાલયમાં બેઠક પછી લિસ્ટને જાહેર કર્યું હતું. કોંગ્રેસ મહાસચિવ મુકુલ વાસનિકે લિસ્ટ જાહેર કરતા જણાવ્યું કે ઉચિત સમય પર બાકી વિધાનસભા ક્ષેત્રો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવશે. 


ઈન્દ્રનીલ રાજ્યગુરુ ફરી કોંગ્રેસમાં જોડાયા

રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજયગુરુ આમ આદમી પાર્ટીમાં રાજીનામું આપી ફરી કોંગ્રેસ પાર્ટીમાં જોડાઇ ગયા છે. ઉલ્લેખનીય છે કે ઇન્દ્રનીલ રાજયગુરુ આ વર્ષે એપ્રિલમાં જ આપમાં જોડાયા હતા. હવે તેઓ ફરી કોંગ્રેસમાં જોડાઇ ગયા છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.