કરો યા મરો! કાલે બીજા તબક્કાનું મતદાન, 93 બેઠકોના 833 ઉમેદવારોના ભાવિનો થશે ફેંસલો


  • Published By :
  • Published Date : 2022-12-04 21:30:33

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું આવતીકાલે મતદાન થશે. રાજ્યના 2.51 કરોડ મતદારો 93 બેઠકો માટે 833 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. રાજ્યના પ્રથમ તબક્કાની ચૂંટણીમાં લોકો મતદાનને લઈ નિરાશ જોવા મળ્યા હતા. જેના કારણે જ મતદાનની સરેરાશ ટકાવારી માત્ર 60 ટકા જ નોંધાઈ હતી. આ વખતે ત્રિપાંખિયો જંગ હોવાથી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓની રાજકીય કારકિર્દી દાવ પર લાગી છે. રાજકીય પાર્ટીઓ માટે કરો યા મરો માટે જેવી સ્થિતી સર્જાઈ છે.


બીજા તબક્કામાં ખરાખરીનો જંગ


રાજ્યમાં બીજા તબક્કામાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની 93 બેઠકોના 14 જિલ્લાઓ પર મતદાન થવાનું છે. બીજા તબક્કાની સીટો પર એક નજર કરીએ તો 74  જનરલ બેઠકો છે જ્યારે અનુસુચિત જાતિની 6 અને અનુસુચિત જનજાતિની 13 બેઠકો મળી 93 બેઠકો થાય છે. આ 93 બેઠકો પર 61 રાજકીય પક્ષો વચ્ચે ખરાખરીનો જંગ છે. 93 સીટો પર રાજકીય પાર્ટીઓ, અપક્ષો સહિત કુલ 833 ઉમેદવારો મેદાને છે. જે 833 પૈકીના 764 ઉમેદવારો પુરુષ છે જ્યારે મહિલા ઉમેદવારોની સંખ્યા 69 છે. આ બેઠકો પૈકી સૌથી વધુ ઉમેદવારો બાપુનગર બેઠક પર છે જ્યાં કુલ 29 ઉમેદવારો વચ્ચે જંગ છે. બીજી બાજુ સૌથી ઓછા ઉમેદવારો ઈડર બેઠક પર છે જ્યાં માત્ર 3 ઉમેદવારો વચ્ચે જંગ છે. જો કે આ વખતે ભાજપના બળવાખોરો પાર્ટી માટે મોટો પડકાર બની રહેશે.


બીજા તબક્કામાં કેટલા મતદારો?


ગુજરાતની બીજા તબક્કાની 93 બેઠકો પર કુલ 2,51,58,730 મતદારો છે. જે પૈકીના 1,29,26,501 પુરૂષ મતદારો, 1,22,31,335 મહિલા મતદારો અને 894 ત્રીજી જાતિના મતદારો છે. તેમાંથી સાવ નાની વયના મતલબ કે 18થી 19 વર્ષની ઉંમર ધરાવતા મતદારોની સંખ્યા 5,96,323 છે. જ્યારે 99 વર્ષથી વધુની ઉંમર ધરાવતા વડીલ મતદારોની સંખ્યા 5412 છે. સેવા મતદારોની કુલ સંખ્યા 18271 છે, જ્યારે NRI મતદારોની સંખ્યા કુલ 660 છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?