વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ગઢ ગણાતી આ બેઠકો પર છે સૌથી વધુ મદાર


  • Published By :
  • Published Date : 2022-11-22 19:20:30

ગુજરાતની વિધાનસભા ચૂંટણીને લઈ ચૂંટણી પ્રચાર જોરશોરથી જામ્યો છે. રાજ્યમાં સર્વત્ર ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપ-કોંગ્રેસ અને આપના નેતાઓ સમગ્ર ગુજરાતમાં લોકોને રિઝવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. આ દરમિયાન એ જાણવું રસપ્રદ બની રહે છે કે રાજ્યમાં ભાજપ કેટલી સીટો પર મજબુત છે. રાજ્યના ચૂંટણી પંડિતોના મતે  25 એવી સીટ છે કે જે ભાજપ માટે સુરક્ષિત છે. તો આ રાજ્યની આ 25 સીટ કઈ છે જે ભાજપનો મજબુત ગઢ મનાય છે.


આ છે ભાજપની ભરોસાની સીટો 


ઘાટલોડિયા-ભૂપેન્દ્ર પટેલ, જસદણ-કુંવરજી બાવળિયા, અબડાસા-પ્રદ્યુમનસિંહ જાડેજા, વિજાપુર-રમણ પટેલ, જામનગરનોર્થ -રાઘવજી પટેલ, દ્વારકા-પબુભા માણેક,માણવદર-જવાહર ચાવડા,  રાજુલા-હીરા સોલંકી, ભાવનગર ગ્રામ્ય-પરસોત્તમ સોલંકી, મજુરા-હર્ષ સંઘવી,  માંજલપુર-યોગેશ પટેલ, ઇડર-રમણલાલ વોરા, ગોંડલ-ગીતાબા જાડેજા, ડભોઈ-શૈલેષ મહેતા, વિસનગર-ઋષિકેશ પટેલ, નડિયાદ-પંકજ દેસાઈ, ખેડબ્રહ્મા-અશ્વિન કોટવાલ,ગાંધીનગર દક્ષિણના-અલ્પેશ ઠાકોર, કપરાડા-જિતુ ચૌધરીની જીત પાક્કી મનાય છે.


પાતળા માર્જીનથી હાર-જીત 


ગુજરાતમાં છેલ્લા ચાર દાયકાથી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ સીધો મુકાબલો રહે તો હતો. જો કે હવે પરિસ્થિતી બદલાઈ ગઈ છે, અને આ વખતે ત્રિપાંખિયો જંગ છે. કેજરીવાલની આમ આદમી પાર્ટી પણ ચૂંટણી મેદાને છે. આપને પણ મજબુત ત્રીજા વિકલ્પ તરીકે જોવામાં આવી રહી છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે હારજીતમાં આપ નિર્ણાયક ફેક્ટર બની રહે છે. જો કોઈ ઉમેદવાર જીતશે તો પણ હાર-જીતનું માર્જીન બહુ જ ઓછું હશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?