રાજનીતિનું અપરાધીકરણ: વિધાનસભા ચૂંટણીમાં કુલ 1621 ઉમેદવારોમાંથી 313 ગુનાથી ખરડાયેલા


  • Published By :
  • Published Date : 2022-11-23 16:56:43

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ બંને તબક્કા માટે થનારા મતદાન માટે તમામ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ પણ ભરી દીધા છે. રાજ્યની કુલ 182 બેઠક માટે 1621 ઉમેદવારો મેદાનમાં છે, જેમાંથી 313 જેટલા ઉમેદવારો વિવિધ ગુનાઓથી ખરડાયેલા છે. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીની સરખામણીએ આ વખતે દાગી ઉમેદવારોની સંખ્યા 19 ટકા જેટલી વધી છે.


બે તબક્કા માટે કુલ 1621 ઉમેદવારો 


ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે 1 ડિસેમ્બરના રોજ મતદાન થશે, આ માટે કુલ 788 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. જ્યારે બીજા તબક્કાની 93 બેઠકો માટે 5 ડિસેમ્બરના દિવસે મતદાન થશે. બીજા તબક્કાની 93 બેઠકો માટે 833 ઉમેદવારો મેદાનમાં છે. 


313 ઉમેદવારો સામે વિવિધ પોલીસ કેસ નોંધાયેલા 


ચૂંટણી પંચે મતદારો-નાગરિકો માટે લૉન્ચ કરેલી KYC (નો યોર કેન્ડિડેન્ટ) એપ્લિકેશન મુજબ કુલ 1621 ઉમેદવારોમાંથી 313 ઉમેદવારો સામે વિવિધ પોલીસ કેસ નોંધાયેલા છે. જેમાં ભાજપના 28, કોંગ્રેલના 30 અને આમ આદમી પાર્ટીના 15 ઉમેદવારો સામે ગુના નોંધાયેલા છે. આ ઉપરાંત અન્ય કેટલીક સ્થાનિક પાર્ટીઓના ઉમેદવારો છે અને સૌથી વધુ અપક્ષના ઉમેદવારો છે.  


2017ની ચૂંટણીમાં કેટલા દાગી ઉમેદવારો હતા?


વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કુલ 1815 ઉમેદવારો હતા, જેમાંથી 253 ઉમેદવારો ગુનાહિત ઈતિહાસ ધરાવતા હતા. એટલે કે ગત ચૂંટણીની તુલનામાં આ વખતે 19 ટકાથી વધુ દાગી ઉમેદવારો છે. 2012માં કુલ 1283 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાંથી 222 (17 ટકા) દાગી ઉમેદવારો હતા. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?