મધ્ય ગુજરાતની 34 સીટો પર ઉમેદવારોનો રાફડો ફાટ્યો, 225 મુરતીયાઓ ચૂંટણીના વરઘોડે


  • Published By :
  • Published Date : 2022-11-27 21:42:36


ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રચાર અભિયાન તેની ચરમસીમા પર છે ત્યારે કેટલીક બેઠકો તેવી પણ છે જ્યાં ખુબ મોટી સંખ્યામાં ઉમેદવારો મેદાને છે. જેમ કે મધ્ય ગુજરાતના સાત જિલ્લાની 34 બેઠકો ઉપર 225 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. 


કઈ સીટ પર કેટલા ઉમેદવારો


વડોદરા જિલ્લાની 10 બેઠક ઉપર 72 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં સૌથી વધુ અકોટા બેઠક ઉપર 11 છે .વર્ષ 2017 ની ચૂંટણીમાં શહેર જિલ્લાની 10 બેઠક ઉપર 82 ઉમેદવારો જંગમાં હતા. શહેર જિલ્લાની બેઠકોમાં શહેર વાડી,સયાજીગંજ, અકોટા, રાવપુરા,માંજલપુર, પાદરા, કરજણ, ડભોઇ ,સાવલી અને વાઘોડિયા નો સમાવેશ થાય છે. પંચમહાલ જિલ્લાની શહેરા, મોરવા હડફ, ગોધરા, કાલોલ અને હાલોલની પાંચ બેઠકો પર 38 ઉમેદવારો છે. દાહોદ જિલ્લાની ફતેપુરા, ઝાલોદ, લીમખેડા, દાહોદ ,ગરબાડા અને દેવગઢ બારીયા ની છ બેઠકો પર 35 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાની જેતપુર પાવી ,સંખેડા અને છોટાઉદેપુર એમ ત્રણ બેઠકો પર 17 ઉમેદવારો સ્પર્ધામાં છે. મહીસાગર જિલ્લાની બાલાસિનોર, સંતરામપુર અને લુણાવાડા ની ત્રણ બેઠકો વચ્ચે 22 ઉમેદવારોનું ભાવી નક્કી થશે. ભરૂચની પાંચ બેઠક પૈકી ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા ,વાગરા અને જંબુસરમાં 32 તથા નર્મદાની નાંદોદ અને ડેડીયાપાડા એમ બે બેઠક પર નવ ઉમેદવારો સ્પર્ધામાં છે.


વિધાનસભા ચૂંટણી- 2017માં શું સ્થિતી હતી


ગુજરાત વિધાનસભાની વર્ષ 2017માં યોજાયેલી ચૂંટણીમાં ભરૂચ અને નર્મદા જિલ્લાની સાત બેઠક ઉપર 61 ઉમેદવારો હતા જો કે આ વખતે 41 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જો કે બાકીના પાંચ જિલ્લા  છોટાઉદેપુર, મહીસાગર, વડોદરા, પંચમહાલ અને દાહોદમાં આ વખતે ગઈ ચૂંટણી કરતા પાંચ ઉમેદવારો વધુ છે. એટલે કે આ ચૂંટણીમાં આ પાંચ જિલ્લામાં 184 ઉમેદવારોનું ભાવી નક્કી થશે. અત્રે ઉલ્લેખનિય છે કે આ 34 બેઠકો પૈકી ભરૂચની પાંચ અને નર્મદા જિલ્લાની બે બેઠક ઉપર તારીખ 1 ડિસેમ્બરે મતદાન થવાનું છે .જ્યારે બાકીના પાંચ જિલ્લાની 27 બેઠકો પર તારીખ 5 ના રોજ વોટિંગ થશે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?