વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે મુરતિયાઓની શોધ શરૂ કરી, એક બેઠક માટે અનેક ઉમેદવારો


  • Published By :
  • Published Date : 2022-10-27 16:49:44


જમાવટ મીડિયા, BY UTPAL DAVE 


ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ટિકિટ માટે આંતરવિગ્રહ શરૂ થઈ ગયો છે. ગુજરાત ભાજપના અગ્રણી નેતાઓ પણ આ ખેંચતાણથી ચિતિંત છે. ભાજપે આ યાદસ્થળીને રોકવા માટે સેન્સ પ્રક્રિયાને હથિયાર બનાવ્યું છે. ભાજપે ચૂંટણીલક્ષી રાજનીતિ માટે ગઈ કાલે નિરીક્ષકોની યાદી જાહેર કરી હતી અને આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે. આજથી ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાનસભાની વિવિધ બેઠકો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. વિધાનસભાની બેઠક માટેના ઉમેદવારો શોધવાની પ્રક્રિયાને ભાજપે સેન્સ પ્રક્રિયા નામ આપ્યું છે. જો કે આજથી જ પાર્ટીના નેતાઓ વચ્ચેનો આંતરકલહ સ્પષ્ટ જોવા મળ્યો હતો. ટિકિટના દાવેદારોએ રીતસર શક્તિપ્રદર્શન કર્યું હતું.


ભાજપમાં ટિકિટ માટે ખેંચતાણ


ભાજપના નેતાઓ દ્વારા ટિકિટ માટે રીતસર લોબિંગ કરવામાં આવી રહ્યું છે. દરેક વિધાનસભાની સીટ  માટે સરેરાસ 20 ઉમેદવારો દાવો કરી રહ્યા છે. હવે દરેકને ટિકિટ આપવી શક્ય નહોવાથી સેન્સ પ્રક્રિયા દ્વારા ઉમેદવારો શોધવામાં આવી રહ્યા છે. જો  કે તેમ છતાં પણ ટિકિટ ન મળતા ઉમેદવારોમાં અસંતોષ નહીં તેની શું ગેરન્ટી? રાધનપુર સીટ માટે અલ્પેશ ઠાકોરને તેમના ભાજપના જ પ્રતિસ્પર્ધી લવિંગજી ઠાકોર ખુલ્લો પડકાર આપી રહ્યા છે. ભાજપના નેતાઓને આ પ્રકારનો આંતરવિગ્રહ લગભગ તમામ બેઠકો પર જોવા મળે છે. લવિંગજી ઠાકોરે તો સમાજનું સંમેલન યોજીને શક્તિ પ્રદર્શન પણ કર્યું  હતું.


દરેક ઉમેદવારને રાજી રાખવા કપરી કસોટી


રાજ્યની તમામ 182 સીટો માટે યોગ્ય અને સર્વસંમત ઉમેદવાર શોધવો એ ખુબ જ મુશ્કેલ કવાયત છે.  આજે અમદાવાદ શહેરની વિધાનસભા બેઠક માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ છે. શાહીબાગ ખાતે ચાર બેઠકો યોજાઈ સેન્સ પ્રક્રિયા યોજાઇ છે. જેમાં નરોડા, અસરવા, દાણીલીમડા અને દરિયાપુર બેઠક માટે સેન્સ લેવાઈ છે. દરેક ઉમેદવાર તેમના સમર્થકો કે અગ્રણી નેતાઓનો ટેકો મેળવી દાવો કરી રહ્યો છે. જો કે આ સેન્સ પ્રક્રિયા કેટલી સફળ રહેશે તે તો વિધાનસભાની ચૂંટણીના પરિણામ પછી જ ખબર પડશે.


કઈ સીટ પર કયા નેતાનો દાવો 


વેજલપુર બેઠક-પ્રદીપસિંહ વાઘેલા, ધોળકા-ભુપેન્દ્રસિંહ ચુડાસમા, અસારવા-પ્રદીપ પરમાર, પારડી-કનુભાઇ દેસાઈ, ગણદેવી અને જલાલપોર-નરેશ પટેલ,જલાલપોરના -આર.સી.પટેલ,ખેરાલુ-જયરાજસિંહ, વાઘોડિયા- મધુ શ્રીવાસ્તવે મજબુત દાવેદારો છે. જો કે આ બેઠકો માટે પણ અન્ય દાવેદોરો પણ છે.


એક કરતા વધુ દાવેદારોવાળી બેઠકો


ભાજપનું સંગઠન મોટું હોવાથી ટિકિટના દાવેદારો પણ વધુ છે. જેમ કે સુરતની વરાછા માટે 15, ઉધના માટે 17 દાવેદારો નોંધાયા છે. ગઢડા બેઠક પર 15થી 20 તો બોટાદ બેઠક પર 12થી 15, ડભોઇમાંથી 7, વાઘોડિયામાંથી 6 ઈચ્છુક દાવેદાર,કપરાડાના ધારાસભ્ય સામે 3 દાવેદારો, ડાંગમાં 10થી વધુ ઉમેદવારોએ સેન્સ પ્રક્રિયામાં સામેલ નિરિક્ષકોની ટીમ સમક્ષ દાવેદારી રજુ કરી છે. દાંતા વિધાનસભા માટે ઉમેદવારોનો રાફડો ફાંટ્યો છે ત્યાં 17 દાવેદારો મળ્યા, વાવ વિધાનસભા માટે શંકર ચૌધરી સામે 7 દાવેદારો, સાવરકુંડલા બેઠક પર ભાજપમાંથી 16 લોકોએ દાવેદારી નોંધાવી છે.


ભાજપના કયા નેતાઓ ટિકિટવાંચ્છુ બન્યા


ભાજપમાં વર્ષોથી કાર્યરત અગ્રણી કાર્યકરો હવે ટિકિટ માટે ઘા-ઘા થયા છે. ભાજપની ટિકિટ મેળવવા મુરતીયાઓ રીતસર લાઈન લગાવતા જોવા મળી રહ્યા છે. આ વરિષ્ઠ પદાધિકારીઓમાં AMC સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશ બારોટ પ્રદેશ મંત્રી અમિત ઠાકર, ધોળકામાં પ્રમુખ કેતુલ પટેલ,અમદાવાદ જિલ્લાના ઉપપ્રમુખ અને કોળી સમુદાયના રમેશ મકવાણા,જિલ્લા પંચાયતમાં શિક્ષણસમિતિના પૂર્વ ચેરમેન કિરીટસિંહ ડાભી,APMC ધોળકાના ચેરમેન પ્રવિણસિંહ ડાભીએ પણ દાવેદારી કરી રહ્યા છે. અસારવા બેઠકમાં પ્રદીપ પરમારની દાવેદારી સામે ડિબેટ ટીમ પ્રવક્તા અશ્વિન બેંકર, નરેશ ચાવડા, અશોક સુતરિયા, પૂર્વ શહેર મહામંત્રી જગદીશ પરમાર, SC મોરચા પ્રમુખ ભદ્રેશ મકવાણાની પણ દાવેદારી નોંધાવી છે. કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી સામે  વલસાડ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ગુલાબ રાઉત, માધુ રાઉત કપરાડાના પૂર્વ ધારાસભ્ય અને મુકેશ પટેલ કપરાડા એપીએમસીના ચેરમેને પણ ટિકિટ માગી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?