ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં AAPની એન્ટ્રીથી ભાજપ અને કોંગ્રેસ આટલી પરેશાન કેમ?


  • Published By :
  • Published Date : 2022-11-29 21:01:48

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના પડઘમ શાંત થયા છે. ભાજપના નેતાઓ અને કોંગ્રેસની સાથે આપના નેતાઓએ પણ જોરદાર ચૂંટણી પ્રચાર કર્યો છે. આ ત્રિપાંખિયા જંગમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓને સૌથી મોટી ચિંતા આપની એન્ટ્રીથી છે. આપ ચૂંટણી જીતી નહીં શકે પણ વોટ તો ચોક્કસપણે કાપશે તે નિર્વિવાદપણે કહીં શકાય. આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસમાંથી આપ કોનને ફટકો આપે છે તેના પર સૌની નજર છે.


ભાજપ માટે AAP પરિબળ


AAPને સામાન્ય રીતે શહેરી-કેન્દ્રિત પક્ષ માનવામાં આવે છે, ખાસ કરીને દિલ્હી અને ગુજરાતમાં આપનું બહું વર્ચસ્વ નથી પણ ભાજપને ડર છે કે કેજરીવાલની આગેવાનીવાળી પાર્ટી તેના વોટ તોડશે તો તેનો સીધો ફાયદો કોંગ્રેસને થશે, આપ ભાજપના વોટ ખાઈ શકે છે અને તેને નુકસાન પહોંચાડી શકે છે.


ભાજપ ગ્રામીણ વિસ્તારોમાં કોંગ્રેસ કરતા પહેલાથી જ નબળી છે. પરંતુ જો તે શહેરી વિસ્તારોમાં પણ મત ગુમાવે છે, તો સ્થિતિ 1995થી રાજ્યમાં સત્તામાં રહેલી પાર્ટી માટે જોખમી બની શકે છે. આ જ કારણ છે કે ભાજપ ગુજરાતમાં ત્રીજી તાકાત તરીકે AAPને નીચે પાડવાનો પ્રયાસ કરી રહી છે.


કોંગ્રેસ vs આપ


કોંગ્રેસ પાર્ટીને લાગે છે કે ગુજરાતમાં ભાજપ સરકાર સામે ભારે સત્તા વિરોધી ભાવના છે. પાર્ટીને માને છે કે લોકોએ ભાજપ સામે મત આપવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસને લાગે છે કે તેને સત્તા વિરોધી ભાવનાનો ફાયદો મળશે. જો કે, AAPની એન્ટ્રીએ તેને આશંકિત કરી દીધી છે. કોંગ્રેસ પાર્ટી નથી ઈચ્છતી કે ભાજપ વિરોધી મતો તેની અને AAP વચ્ચે વહેંચાઈ જાય. કોંગ્રેસ ભાજપ વિરોધી મતો મેળવવા માંગે છે, પણ AAPના કારણે સત્તાવિરોધી માહોલનો ફાયદો કોંગ્રેસને મળી શકશે નહીં.


કોંગ્રેસને આશંકા છે કે આપના કારણે ગુજરાતમાં પણ ઉત્તરાખંડ અને ગોવા જેવી સ્થિતી ન સર્જાય. આ જ કારણે કોંગ્રેસે પણ AAP વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું છે.


2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં, AAPએ 29 બેઠકો પર ચૂંટણી લડી હતી અને તે તમામ પર આપના ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ હતી. તેણે માત્ર 0.10 ટકા વોટ શેર મેળ્યો હતો. જો કે, ભાજપ અને કોંગ્રેસ બંનેને આશંકા છે કે તે આગામી ચૂંટણીમાં તેમના મત શેરમાં ઘટાડો કરી શકે છે.


2012 અને 2017માં શું સ્થિતી હતી?


રાજ્યની 182 બેઠકોમાંથી ભાજપે 2017માં 99 અને 2012ની વિધાનસભા ચૂંટણીમાં 115 બેઠકો જીતી હતી. કોંગ્રેસે 2017માં 77 અને 2012ની ચૂંટણીમાં 61 બેઠકો જીતી હતી.


ગુજરાતમાં શહેરી વિધાનસભા બેઠકો પર ભાજપને હજુ પણ મજબૂત માનવામાં આવે છે. રાજ્યની કુલ 182 બેઠકોમાંથી 42 શહેરી છે જ્યારે બાકીની 140 ગ્રામીણ બેઠકો છે.


ભાજપે 2017ની વિધાનસભા ચૂંટણીમાં 42 શહેરી બેઠકોમાંથી 36 અને 2012ની વિધાનસભા ચૂંટણીમાં 38 બેઠકો જીતી હતી. બીજી તરફ શહેરી વિસ્તારોમાં કોંગ્રેસે 2017માં 6 અને 2012માં 4 બેઠકો જીતી હતી.


140 ગ્રામીણ બેઠકોમાંથી, કોંગ્રેસે 2017માં 71 અને 2012માં 57 બેઠકો જીતી હતી. બીજી તરફ, ભાજપે 2017માં 63 અને 2012ની વિધાનસભા ચૂંટણીમાં 77 બેઠકો જીતી હતી.



ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...