ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઐતિહાસિક વિજય બાદ આજે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના મંત્રીમંડળનો શપથવિધી સમારોહ યોજાયો હતો. ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા શપથવિધી સમારોહમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત 17 ધારાસભ્યોને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મંત્રી તરીકેના શપથ લેવડાવ્યા હતા.
Swearing-in ceremony of new Gujarat government in Gandhinagar, Gujarat. https://t.co/IxvqZYupGk
— BJP (@BJP4India) December 12, 2022
કોણ બન્યું કેબિનેટ મંત્રી?
Swearing-in ceremony of new Gujarat government in Gandhinagar, Gujarat. https://t.co/IxvqZYupGk
— BJP (@BJP4India) December 12, 2022ગાંધીનગર ખાતે યોજાયેલા ભવ્ય શપથવિધી સમારોહમાં કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ, બળવંતસિંહ રાજપૂત, ડો. કુબેર ડિંડોર, કુંવરજી બાવળિયા, મૂળુભાઈ બેરા, ભાનુબહેન બાબરીયાએ કેબિનેટ મંત્રી તરીકેના શપથ લીધા છે.
રાજ્યકક્ષાના મંત્રી તરીકેના શપથ કોણે લીધા?
મુકેશ પટેલ, પુરુષોત્તમ સોલંકી, બચુ ખાબડ, પ્રફુલ પાનશેરિયા, ભીખુસિંહ પરમાર, કુંવરજી હળપતિને રાજયકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે.
કોને સોંપાયો સ્વતંત્ર હવાલો?
સુરતની મજુરા બેઠકથી જીતેલા અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અમદાવાદની નિકોલ સીટ પરથી છેલ્લી 3 ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા જગદીશ વિશ્વકર્માને રાજ્યકક્ષાના મંત્રી તરીકેનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે.
કોની આશા અધુરી રહી?
ભૂપેન્દ્ર પટેલની સરકારના પૂર્વ મંત્રીઓ જેવા કે જીતુ વાઘાણી, પૂર્ણેશ મોદી, કિરીટ પટેલ, અર્જુન સિંહ ચૌહાણ, જીતુભાઈ ચૌધરી, મનીષા વકીલ, નિમિષા સુથાર, ગજેન્દ્ર પરમાર, વિનુ મોરડીયા, દેવાભાઈ માલમ, નરેશ પટેલનું આ વખતે પત્તુ કપાયું છે. તે જ પ્રકારે અલ્પેશ ઠાકોર, જયેશ રાદડિયા, ગણપત વસાવા, શંભુનાથ ટુંડિયા, અમિત ઠાકર, મોહન ઢોડિયા, જે.વી કાકડીયા, શંકર ચૌધરી, અક્ષય પટેલ, દર્શના દેશમુખની આશાઓ પર પાણી ફરી વળ્યું છે.
કયા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા?
ભવ્ય શપથ વિધી સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ,કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથસિંહ, અને પાર્ટી પ્રમુખ જે પી નડ્ડા, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા, મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેનસિંહ, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, ઉત્તર પ્રદેશના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
7 OBC,2 ST ધારાસભ્ય બન્યા મંત્રી
મંત્રી મંડળનું જાતિગત વિશ્લેષણ કરવામાં આવે તો, ત્રણ કડવા પાટીદાર, એક લેઉઆ પાટીદાર મંત્રી, સાત OBC,બે ST,એક SC મંત્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે મંત્રીમંડળમાં એક ક્ષત્રિય, એક જૈન, એક અનાવિલ બ્રાહ્મણને સ્થાન આપવામાં આવ્યું છે. મંત્રીમંડળમાં ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રના પાંચ MLAનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મંત્રીમંડળમાં મધ્ય ગુજરાતના બે MLAનો સમાવેશ થયો છે.