ગુજરાત વિધાન સભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ રાજકીય પક્ષોના નેતાઓ એકબીજાને નિશાન બનાવી રહ્યા છે. પાર્ટી નેતાઓના આરોપ-પ્રત્યારોપના કારણે રાજકારણ ગરમાયું છે. આજે કોંગ્રેસનાં નેતા ભરતસિંહ સોલંકી પર કાળા રંગનું લિક્વીડ નાંખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, પોલીસે આ કૃત્ય કરનાર યુવકની અટકાયત કરી લીધી છે.
ભરતસિંહ સોલંકી પર કોણે શાહી ફેંકી?
ગુજરાત કોંગ્રેસનાં અગ્રણી નેતા ભરતસિંહ સોલંકી પર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યલાય ખાતે બપોરના સમયે શાહી ફેંકવામાં આવી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે ભરતસિંહ સોલંકી ગુજરાત સરકાર સામે સત્તાવાર આંકડાના આધારે તોહમતનામું રજૂ કરી રહ્યા હતા. એલિસબ્રિજ વિધાનસભાની ટિકિટ માટે દાવેદારી કરનારા રશ્મિકાંત સુથારના પુત્ર રોમીલ સુથારે ભરતસિંહ સોલંકી પર શાહી ફેંકવાનો પ્રયાસ કર્યો હતો, આ ઘટના બાદ તેની અટકાયત કરવામાં આવી હતી.