ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે નજીક છે ત્યારે કયો પક્ષ સરકાર બનાવશે તેને લઈ ભવિષ્યવાણીઓ અને અટકળોનું બજાર ગરમ છે. હવે આ ભવિષ્યવેત્તાઓમાં હવે આપના નેતા અરવિંદ કેજરીવાલનું નામ પણ ઉમેરાયું છે. અરવિંદ કેજરીવાલે આજે પ્રેસ કોન્ફરન્સમાં ભવિષ્યવાણી કરી કે ગુજરાતમાં આપની સરકાર બની રહી છે.
અરવિંદ કેજરીવાલજીએ ભવિષ્યવાણી કરી છે કે ગુજરાતમાં 'આપ'ની સરકાર બની રહી છે.
અને સૌ કોઈ જાણે છે કે કેજરીવાલજીએ કહી દીધું એટલે ફાઇનલ. pic.twitter.com/9AWwvycxXZ
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) November 27, 2022
કેજરીવાલે શું કહ્યું?
અરવિંદ કેજરીવાલજીએ ભવિષ્યવાણી કરી છે કે ગુજરાતમાં 'આપ'ની સરકાર બની રહી છે.
અને સૌ કોઈ જાણે છે કે કેજરીવાલજીએ કહી દીધું એટલે ફાઇનલ. pic.twitter.com/9AWwvycxXZ
અરવિંદ કેજરીવાલે સુરત ખાતે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં મોટી ભવિષ્યવાણી કરી છે. તેમણે કહ્યું કે કેટલાક લોકો કહે છે કેજરીવાલની ભવિષ્યવાણી સાચી પડે છે, આજે હું ભવિષ્યવાણી કરવા જઇ રહ્યો છું કે ગુજરાતમાં આપની સરકાર બની રહી છે. તેમણે લેખિતમાં ભવિષ્યવાણી કરતા લખ્યું છે કે રાજ્યમાં આમ આદમી પાર્ટી સરકાર બનાવવા જઈ રહી છે. આ સાથે જ તેમણે AAPને 92થી વધુ સીટ મળશે તેવો પણ દાવો કર્યો છે.
ભૂતકાળમાં કેજરીવાલની કેટલી આગાહી સાચી પડી?
દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું, કે "મારી આગાહી સાચી પડે છે. 2014માં જ્યારે દિલ્હીમાં ચૂંટણી થઈ ત્યારે મેં એક પત્રકારને લખ્યું હતું કે કોંગ્રેસને આ વખતે શૂન્ય સીટો મળશે. મેં પંજાબની ચૂંટણીમાં ઘણી આગાહીઓ કરી હતી. તેમણે કહ્યું કે, મેં કહ્યું હતું કે નવજોત સિંહ સિદ્ધુ હારી જશે, ચન્ની સાહેબ બંને સીટો પરથી હારી જશે, બાદલ સાહેબનો આખો પરિવાર હારી જશે. એટલા માટે આજે હું તમારા બધાની સામે એક ભવિષ્યવાણી કરવા જઈ રહ્યો છું. વિવિધ ચેનલો પૂછે છે. મને, તેની જરૂર નથી. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે. તમારે આજે આ વાતની નોંધ લેવી જોઈએ."