ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન પૂરૂ થયા બાદ રાજ્યની તમામ પાર્ટીઓના નેતાઓ સૌથી વધુ સીટનો દાવાઓ કરી રહ્યા છે. રાજ્યમાં પહેલા તબક્કામાં કોંગ્રેસ પાર્ટીઓ 89 બેઠકોના મતદાનમાં 55 સીટ જીતવાનો દાવો કર્યો છે. જ્યારે વિપક્ષના પૂર્વ નેતા અર્જુન મોઢવાડીયાએ પણ કોંગ્રેસ પાર્ટી પહેલા ફેઝમાં 65 બેઠક જીતશે એવો દાવો કર્યો છે.
કોંગ્રેસ સરકાર બનાવશે-પવન ખેરા
આજે અમદાવાદમાં યોજાયેલી પ્રેસ કોન્ફર્ન્સમાં કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ રાજ્યમાં પ્રથમ તબક્કાની 89 સીટમાંથી 55 બેઠક જીતવાનો દાવો કર્યો હતો છે, વળી તેમણે રાજ્યમાં કોંગ્રેસ સરકાર બનાવશે તેવો પણ આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસે કેબિનેટમાં કયા ચહેરા હશે તેના પરની પણ કવાયત શરુ કરી દીધી છે. ગુજરાત કોંગ્રેસના અગ્રણી નેતા અર્જુન મોઢવાડીયાએ પણ કોંગ્રેસ પાર્ટી પહેલા ફેઝમાં 65 બેઠક જીતશે એવો દાવો કર્યો છે.
ભાજપના બળવાખોરોથી કોંગ્રેસને ફાયદો
ભાજપે ટિકિટોની વહેંચણી ખોટી રીતે કરતા પાર્ટીમાં મોટા પ્રમાણમાં અસંતોષ છે, અને તેના કારણે જ પાર્ટીમાં બળવાખોરી જોવા મળી છે. ભાજપના બળવાખોરોએ ચૂંટણીમાં ઝંપલાવતા તેનો ફાયદો અંતે કોંગ્રેસને થયો છે. ભાજપના બળવાખોરોએ જ જેમની ટિકિટ કપાતા કોંગ્રેસની તરફેણમાં મત અપાવ્યા છે. આ કારણથી કોંગ્રેસના ઉમેદવારો વિજેતા બનશે તે નક્કી છે. તેવો દાવો કોંગ્રેસના પ્રવક્તા આલોક શર્માએ તો પત્રકારો સમક્ષ કર્યો હતો.